સુરત શહેરના ટ્રાફિકમાં નાગરિકોની હાલત કફોડી

Oplus_131072

ખાડા ટેકરા થી ભરેલા રસ્તા, ધીમી મેટ્રો કામગીરી અને બેફામ હોર્ન નો માથું ફાડી નાંખતો કર્કશ અવાજ થી, નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે..

સુરત : શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાની નબળી પરિસ્થિતિ નાગરિકો માટે અતિશય પીડાદાયક બની છે. સવારે ઓફિસ ટાઈમ હોય કે સાંજે સ્કૂલ છૂટવાનો સમય, દરેક કલાકે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો રહ્યોં છે.

સિગ્નલો પર ધ્વનિ પ્રદૂષણ જાણે માથું ફાડી નાંખશે …

શહેરના અનેક સિગ્નલ પોઈન્ટ પર વાહનચાલકો લાંબી લાઈનમાં તું તું મેમે કરી રહ્યા છે. એક મિનિટ પણ રાહ નહીં જોઈ શકતા ઉતાવળીયા વાહન ચાલકો બેફામ હોર્ન વગાડી ધ્વનિ પ્રદૂષણનું ભયંકર દ્રશ્ય ઊભું કરે છે. તેઓ ને એ પણ પરવા નથી કે નજીક માં હોસ્પિટલ છે કે શાળા છે ત્યાં પણ બે ફામ હોર્નનો કર્કશ  અવાજ કરતાં રહે છે.

Oplus_131072

👉 એક વાહનચાલકનું કહેવું છે : “અમને સવારથી સાંજ સુધી કામ પર જવા માટે રોજ 30-40 મિનિટ ટ્રાફિકમાં બગાડવા પડે છે. હોર્નના કર્કશ અવાજ થી જાણે માથું ફાડી નાખશે.”

સીટી બસો ટ્રાફિકમાં જ ફસાઈ રહે છે

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સીટી બસ સેવા પણ યોગ્ય આયોજનના અભાવે નાગરિકોને જાણે ત્રાસ આપી રહી હોય તેમ જણાય છે.ઘણીવાર એકસાથે ત્રણ-ચાર બસો એક સાથે જ મુખ્ય માર્ગો પર આવી જતાં ટ્રાફિક જામમાં વધારો કરે છે. ખાલી ખમ્મ બસો જાણે કે એક સાથે જાણી જોઈને ટ્રાફિક જામ કરવા નિકળી હોય તેવું લાગે છે.

👉 બસમાં મુસાફરી કરતી એક વિદ્યાર્થીએ જણાવ્યું : “બસ આવે ત્યારે એક સાથે ત્રણ ચાર આવે છે અને ન આવે ત્યારે કલાકો સુધી રાહ જોવી પડે છે, અને ટ્રાફિક જામ રસ્તામાં ફસાય છે. ક્યારેક સ્કૂલ કે કોલેજ મોડું પહોંચવું પડે છે.”

રસ્તાઓની ખરાબ હાલત
વરસાદી માહોલ બાદ શહેરના અનેક રસ્તાઓ પર ખાડા અને ટેકરાં બનવા પામ્યા છે. બાઈક ચાલકો માટે આવા રસ્તાઓ અકસ્માત થવા સાથે આફત બની ગયા છે.

👉 એક વેપારીએ ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું : “દુકાન આગળ રોજ ટ્રાફિક જામ રહે છે. ગ્રાહકોને આવવામાં કે ઉભા રહેવામાં તકલીફ થાય છે.ઘણી વખત બોણી કરવા વગર ઘરે જવું પડે છે વ્યવસાય પર સીધી અસર પડી છે.”

મેટ્રોની કામગીરી ધીમી હોવાથી, જનજીવન પ્રભાવિત થયું છે

શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી મેટ્રો કામગીરી ધીમી ગતિએ આગળ વધી રહી છે. રસ્તાના મધ્ય ભાગમાં મેટ્રો માટે ખોદકામ ખુલ્લું જ રાખવામાં આવ્યું હોવાથી માર્ગો સંકડા બની ગયાં છે. પરિણામે નાગરિકોનું કહેવું છે કે “મેટ્રોની કામગીરી પૂરી થવામાં વર્ષો લાગશે, પણ હાલનો ત્રાસ રોજ સહન કરવો પડે છે.”

👉 એક ઓફિસ જનાર કર્મચારીનું કહેવું છે : “અમે મેટ્રોની રાહ જોઇએ છીએ તે શરું થશે ત્યારે પરંતુ હાલની પરિસ્થિતિએ અમારા માટે દૈનિક તણાવ વધારી દીધો છે.”

નાગરિકોની માંગ

ટ્રાફિકની હાલાકીથી કંટાળેલા નાગરિકો હવે કડક પગલાંની માંગ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે જો તાત્કાલિક આયોજનબદ્ધ પ્રયાસો નહીં થાય તો સુરતનું ટ્રાફિક આગામી સમયમાં શહેરના વિકાસને જ ગળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *