રાપર નગર પાલિકા ના કચરા રિસાયકલ પ્લાન્ટ પાસે આખલા દ્વારા ફરી બે બાઈક સવારને અડફેટે લેતા ફરી મામલો ગરમાયો. આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણા એડવોકેટ દ્વારા મળતી માહિતી મુજબ રાપર નગરપાલિકા તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં. આખલાઓનો આંતક યથાવત છે.બે દિવસ અગાઉ રવેચી માતાજીના મેળા માંથી ઘર તરફ પરત ફરી રહેલ બે બાઇક સવાર નગર પાલિકા દ્વારા અનઅધિકૃત રીતે બનાવવામાં આવેલ રિસાયકલ પ્લાન્ટ / કચરા શુદ્ધિકરણ પ્લાન્ટ પાસે એક આખલા દ્વારા મનીષભાઈ વીરભાણભાઈ કોલી તથા રણમલ હસમુખ કોલી ને અડફેટે લેતા માઈન્ડમાં નેનોહેમરેજ તથા અસ્થિભંગ સહિતની ઇઝાઓ પહોંચી હતી.બાઈક સવાર દર્દીઓને સૌપ્રથમ રાપર સી એચ સી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ ભુજની કે કે પટેલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સુરેશભાઈ મકવાણા એ વધુમાં જણાવ્યું હતું કે, એ જ સ્થળ પર અગાઉ પણ રાપરના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એચ. બી. વાઘેલા સાહેબ પણ આવી ઘટનાનો ભોગ બની ચૂક્યા છે. આ લોકો સિવાય પણ અગાઉ પાંચ લોકો રખડતા ઢોરોના કારણે રાપર શહેરમાંથી વિદાય લઈ ચૂક્યા છે. તો તંત્ર આ પ્રજાના પ્રશ્ન બાબતે કેમ આંખ આડા કાન કરી રહ્યુ છે…વધુમાં સાંભળીએ સુરેશભાઈ મકવાણા એડવોકેટ પાસેથી…