PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: GST સુધારાને ‘આઝાદી પછીનો સૌથી મોટો નિર્ણય’ ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જીએસટીના દરમાં થયેલા ઘટાડાને ‘આઝાદી પછીનો દેશનો સૌથી મોટો નિર્ણય’ ગણાવ્યો છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથેના એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે આ સુધારાઓનો હેતુ સામાન્ય નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવાનો છે.ખર્ચમાં ઘટાડો અને જીવનશૈલીમાં સુધારોપીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે નવા જીએસટી દરોથી પનીર અને ડ્રાયફ્રુટ જેવી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. તેમણે કહ્યું, “જીએસટી ઘટાડવાથી લોકોની જીવનશૈલી સારી થશે.” તેમણે ઉમેર્યું કે આ સુધારાઓ “ડબલ ડોઝ” સમાન છે, જેનો વાયદો સરકારે કર્યો હતો અને તેને પૂરો પણ કર્યો છે.આત્મનિર્ભર ભારત અને ભવિષ્યના સુધારાઓપીએમ મોદીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી આપેલા તેમના ભાષણનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે “નેક્સ્ટ જનરેશન” સુધારાઓની જરૂર છે. તેમણે દેશવાસીઓને ખાતરી આપી કે આ દિવાળી અને છઠ પૂજા પહેલા “ખુશીઓનો ડબલ ધમાકો” થશે. આ સુધારાઓ એ દર્શાવે છે કે સરકારે આ વચન પાળ્યું છે.પીએમ મોદીના કહેવા મુજબ, સમયસર ફેરફારો કર્યા વિના ભારતને વૈશ્વિક સ્તરે તેનું યોગ્ય સ્થાન અપાવી શકાય નહીં. જીએસટી સુધારાઓ આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
રિપોર્ટ વિશાલ પટેલ 9377424645