*GST કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા મોટા નિર્ણયો: ટેક્સ સ્લેબ ઘટાડીને 5% અને 18% કરાયા*

જીએસટી કાઉન્સિલે તાજેતરમાં મળેલી બેઠકમાં ગ્રાહકોને રાહત આપતા અને કર માળખાને વધુ સરળ બનાવતા અનેક મહત્વના નિર્ણયો લીધા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં સર્વસંમતિથી બે નવા જીએસટી સ્લેબ 5% અને 18% નક્કી કરવામાં આવ્યા છે. આ નિર્ણય સાથે વર્તમાન 12% અને 28% ના સ્લેબને નાબૂદ કરવામાં આવ્યા છે.
મુખ્ય નિર્ણયો: * નવા ટેક્સ સ્લેબ: હવેથી મોટાભાગની વસ્તુઓ પર 5% અથવા 18% જીએસટી લાગુ પડશે. * સસ્તી થતી વસ્તુઓ: * જે વસ્તુઓ પર અગાઉ 12% જીએસટી લાગુ પડતો હતો, તે હવે 5% ના સ્લેબમાં આવશે, જેનાથી તે સસ્તી થશે. * જે વસ્તુઓ પર પહેલા 28% જીએસટી લાગુ પડતો હતો, તે હવે 18% ના સ્લેબમાં આવશે. * ₹2500 સુધીના ફૂટવેર અને એપેરલ પરનો જીએસટી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. હાલમાં ₹1000 થી વધુની વસ્તુઓ પર 12% જીએસટી લાગુ પડે છે. * લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ: સિગારેટ, પાન મસાલા જેવી લક્ઝરી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ પર 40% નો નવો જીએસટી સ્લેબ લાગુ થશે. આનાથી સરકારને ₹45,000 કરોડની વધારાની આવક થવાની શક્યતા છે. * વરિષ્ઠ નાગરિકો અને આરોગ્ય ક્ષેત્ર: વરિષ્ઠ નાગરિકો માટેના હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમને જીએસટીમાંથી મુક્તિ આપવાની સંભાવના છે અને જીવન બચાવતી દવાઓ પરનો ટેક્સ પણ ઘટાડવામાં આવશે.
* MSME અને ટેક્સ રિફંડ: * માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) માટે નોંધણી પ્રક્રિયા ત્રણ દિવસમાં પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. * ટેક્સટાઈલ, ફાર્મા, કેમિકલ અને ફર્ટિલાઈઝર જેવા ક્ષેત્રોમાં અટવાયેલા રિફંડને સાત દિવસમાં ક્લિયર કરવા માટે પણ સંમતિ આપવામાં આવી છે
.આર્થિક અસર:નવા ટેક્સ માળખાથી સરકારને શરૂઆતમાં ₹93,000 કરોડની આવકની ખોટ થઈ શકે છે, પરંતુ લક્ઝરી વસ્તુઓ પરના ઊંચા ટેક્સથી આ નુકસાનની અમુક અંશે ભરપાઈ થઈ શકે છે. આ નિર્ણયો 22 સપ્ટેમ્બરથી લાગુ થવાની શક્યતા છે.
રિપોર્ટ વિશાલ પટેલ 9377424645