સુરત : લાલગેટ પોલીસને એક મોટી સફળતા મળી છે. રામપુરા વિસ્તારમાં થયેલા હત્યા પ્રયત્નના કેસમાં ફરાર આરોપી સમીર ઉર્ફે શાહરૂખને પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરત : લાલગેટ પોલીસને એક મોટી સફળતા મળી છે. રામપુરા વિસ્તારમાં થયેલા હત્યા પ્રયત્નના કેસમાં ફરાર આરોપી સમીર ઉર્ફે શાહરૂખને પોલીસે ઝડપી પાડ્યો છે.
પોલીસ સર્વેલન્સ ટીમને મળેલી ગુપ્ત માહિતીના આધારે, રામપુરામાં ગણેશ પાવભાજી સ્ટોલ નજીકથી આરોપીને પકડી પાડવામાં આવ્યો. ધરપકડ બાદ પોલીસે ગુનાના સ્થળે પુનર્નિર્માણ કરાવ્યું, જ્યાં આરોપીએ પોતાના કૃત્ય બદલ પસ્તાવો વ્યક્ત કરી માફી માંગી હતી.
પોલીસનું કહેવું છે કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ધરપકડને સુરત પોલીસની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.