સુરત ક્રાઇમ બ્રાંચનો મોટો કબજો : કિડનેપીંગ વિથ મર્ડરના બે ફરાર આરોપી ઝડપાયા

વર્ષ 2023માં કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચકચારી કેસના આરોપીઓને રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાંથી પકડી લાજપોર જેલ હવાલે કરાયા..

સુરત ગ્રામ્યના કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2023માં બનેલા બાળ કીશોરના કિડનેપીંગ વિથ મર્ડરના ચકચારી કેસમાં સંકળાયેલા બે કુખ્યાત અને રીઢા આરોપીઓ વચગાળાના જામીન મેળવી ગયા બાદ છેલ્લા એક વર્ષથી ફરાર થઈ ગયેલા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાંચે ગુપ્ત માહિતીના આધારે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ રાજ્યમાંથી આ બંને આરોપીઓને ઝડપીને કાયદાની પકડમાં લીધા છે. બંનેને લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી પોલીસ વિભાગે એક મોટો શ્વાસ લીધો છે અને વર્ષોથી પેન્ડિંગ રહેલો કેસ નવા તબક્કે પ્રવેશ્યો છે.