તડકેશ્વર ગામે કોપર તાર ચોરીનો ભેદ ઉકેલાયો: 5 આરોપી ઝડપી, મોટો જથ્થો કબજે..

માંડવી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા તડકેશ્વર ગામની સીમમાં આવેલી કોસ્મીક પી.વી. પાવર પ્રા.લી. કંપનીમાંથી કોપરના તારનો જથ્થો ચોરી કરનાર 05 આરોપીઓ — શિવલાલ શબીલાશ રાજભર, અંકિત ગુલાબ રાજભર, આનંદ રાકેશ ભારદ્વાજ, ગોવિંદ લલ્લન રાજભર અને ક્રિષ્નમોહનસિંહ સુદર્શન યાદવને સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી ચોરીનો ગુનો ઉકેલી લીધો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલ કોપરના તારનો મોટો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.