શહેમા રખડતાં કૂતરાં નો આતંક વધી રહ્યોં છે

રસ્તા પર રખડતા કૂતરાઓનો આતંક ,નાનું બાળકને ઘેરો કરી જાનલેવા હુમલાનો કર્યો.

શહેરમાં ફરી એક વખત રખડતા કૂતરાઓનો આતંક જોવા મળ્યો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક બાળક પર કૂતરાઓનો ઝુંડ તૂટી પડ્યો અને બાળકને ધરાશાયી કરી ઘેરા દાંત માર્યા. આસપાસના લોકોની દોડધામ છતાં હુમલો થંભ્યો નહીં.

આ ઘટના માત્ર એક ઉદાહરણ છે. આવી ઘટનાઓ શહેરના અનેક વિસ્તારોમાં વધી રહી છે. આંકડા ચોંકાવનારા છે – દેશભરમાં દર વર્ષે લાખો લોકો કૂતરાના હુમલાનો ભોગ બને છે, જેમાં ત્રીજા ભાગના કિસ્સા ભારતમાં નોંધાય છે. ગયા વર્ષે જ આ આંકડો 37 લાખ પાર કરી ગયો હતો.

તથાકથિત “કૂતરા પ્રેમીઓ” તરફથી વિરોધ છતાં, કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે રખડતા કૂતરાઓને માનવ વસાહતમાંથી દૂર રાખવા માટે અને શેલ્ટર હાઉસમાં રાખવા માટે તંત્રે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. નિષ્ણાતો કહે છે કે રસ્તા પર રોજ બિસ્કિટ ખવડાવવાથી કૂતરાઓ વિસ્તાર પોતાના કબ્જામાં માને છે અને અજાણ્યા લોકો પર આક્રમક બની જાય છે.

પ્રશ્ન એ છે કે જીવદયા નામે શું આપણે માનવ જીવને જોખમમાં મૂકી શકીએ? કાયદાકીય વ્યવસ્થા હોવા છતાં, તંત્રની ઢીલી કામગીરી અને કેટલાક લોકોની હઠી વિચારસરણીના કારણે રખડતા કૂતરાઓનો આતંક રોજિંદી સમસ્યા બની રહ્યો છે.

હવે સવાલ એ છે – બાળકની ચીસો સાંભળ્યા પછી પણ તંત્ર જાગશે કે નહીં?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *