કંડલા પોર્ટને જોડતા મીઠીરોહર-કંડલા માર્ગ પર ટ્રાફિકનું ભારે ભારણ વધતા તેના મજબૂતીકરણની માંગ ઉઠી છે.
હાલમાં પોર્ટના ટ્રાફિકને કારણે અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને વાહનવ્યવહાર મુશ્કેલ બન્યો છે. મીઠીરોહર જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તેજાભાઈ કાનગડે ડીપીએના ચેરમેનને લેખિત રજૂઆત કરી છે કે આ માર્ગનું તાત્કાલિક મજબૂતીકરણ કરવામાં આવે અથવા તેને નવો બનાવવામાં આવે. માર્ગના અવરોધ અને ટ્રાફિક જામને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગના વિકાસથી પોર્ટના ટ્રાફિકને સુગમતા મળશે અને વાહનચાલકોને રાહત મળશે.
શેખ ગુલામહુસેન કચ્છ બ્યુરોચીફ 7874474632આપની આસપાસ બનતી ઘટનાઓ પ્રેસનોટ જાહેરાત આપવા માટે ઉપર આપેલા નંબર પર મેસેજ અથવા કોલ કરો.