અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ સમગ્ર મુસ્લિમ સમાજનો અવાજ : પ્રમુખ હાજી સલીમભાઈ જત *હારૂન નોડે દ્વારા* ભુજ: લાંબા સમયની પ્રક્રિયા હાથ ધર્યા બાદ અંતે કચ્છના મુસ્લિમ સમાજને ઈંતેજાર હતો એ મુજબ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિએ પોતાના હોદેદારો તબક્કાવાર જાહેર કરવાનું શરૂ કર્યું છે, જેને સમગ્ર કચ્છમાંથી સારો એવો આવકાર મળી રહ્યો છે. ફરઝંદે મુફતી એ કચ્છ સૈયદ અમીનશા બાવાની નિગરાનીમાં હોદેદારોની જાહેરાત થઈ રહી છે. સૌ પ્રથમ પ્રમુખ તરીકે હાજી સલીમભાઈ જત દોઢ વર્ષ માટે અને પછીના દોઢ વર્ષ માટે હાજી ઈબ્રાહીમભાઈ હાલેપોત્રા પ્રમુખ તરીકે કાર્યરત રહેશે એ ફોર્મ્યુલા પર સર્વ સંમતિની મહોર લાગ્યા બાદ ઉપ પ્રમુખો અને સલાહકાર સમિતિના નામો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન અમૂક જાહેરાતો ઔપચારિકતા વિના થવા લાગતાં આ અંગે પત્રકાર હારૂન નોડે સાથે વાત કરતા હાજી સલીમભાઈ જતે જણાવ્યું કે સમિતિ પોતાની પદ્ધતિ મુજબ કામ કરી રહી છે અને મુફતી એ કચ્છ (ર.અ.) એ ચીંધેલા માર્ગ પર ચાલવા કટિબદ્ધ છે. સમિતિ કચ્છના તમામ મુસ્લિમ સમાજના લોકો માટે કામ કરતી રહી અને આગળ પણ કરતી રહેશે. મુસ્લિમ સમાજની એકતા અને કોઈપણ નાત જાત જોયા વગર સમિતિ કાર્ય કરવા માટે વચન બદ્ધ છે. કચ્છમાં મુસ્લિમ સમાજના તમામ મસ્લકના લોકોને સાથે રાખીને ચાલવાની નેમ પણ તેમણે વ્યકત કરી હતી. અને સાથે સાથે મુસ્લિમ સમાજની એકતા પર આંચ આવે તેવા કોઈ પણ કૃત્યને ચલાવી લેવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *