“નવસારીમાં સ્ટ્રીટ ડોગનો ત્રાસ ચરમસીમાએ – નાગરિકો માં ભય”


રાત્રે રસ્તા પર ચાલવું જોખમી બન્યું, તાત્કાલિક પગલાંની માંગ ઉઠી..

શહેરમાં છેલ્લા કેટલાક મહિનાથી સ્ટ્રીટ ડોગની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. વિવિધ વિસ્તારોમાં કૂતરાઓના હુમલાના બનાવો સામે આવતા નાગરિકોમાં ભયનું વાતાવરણ છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે રાત્રિના સમયે બહાર નીકળવું જોખમી બની ગયું છે.એક જાગૃત નાગરિક દ્વારા પાલિકા અધિકારીઓને આપવામાં આવેલી અરજીમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે —સ્ટ્રીટ ડોગને તાત્કાલિક પકડીને રેસ્ક્યુ કરવામાં આવે.તેમને સુરક્ષિત રીતે સેલ્ટર હોમમાં મુકવામાં આવે.પ્રાણી જનકલ્યાણના નિયમોનું પાલન કરતા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.નાગરિકોની વાણી:”સાંજે બાળકોને બહાર રમવા મોકલતાં ડર લાગે છે. ક્યારેક કૂતરાઓ ટોળે વળી દોડાવે છે,” – હરીશભાઈ પટેલ, નાગરિક.”રાત્રે વાહન ચલાવતાં કૂતરાઓ અચાનક રસ્તા પર આવી જાય છે, અકસ્માતનો ભય રહે છે,” – કવિતાબેન દેસાઈ, નાગરિક.સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો પરિસ્થિતિ વધુ ખરાબ બની શકે છે. પાલિકા અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લઈને શહેરને સ્ટ્રીટ ડોગના વધતા ત્રાસથી મુક્ત કરાવવા જરૂરી પગલાં ભરવા..