ગંગપુર ખાતે તાલુકા કક્ષાનો 79મો ધ્વજવંદન કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો.

માનનીય પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય (IAS)ના વરદહસ્તે ધ્વજારોહણ, વિકાસ માટે ગંગપુર ગામને 5 લાખનો ચેક એનાયત

વાંસદા તાલુકાના ગંગપુર ખાતે ભારત સેવાશ્રમ સંઘના પરિસરમાં 15 ઑગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તાલુકા કક્ષાનો 79મો ધ્વજવંદન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. માનનીય પ્રાયોજના વહીવટદાર શ્રી પ્રણવ વિજયવર્ગીય (IAS)ના વરદહસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.કાર્યક્રમમાં વાંસદા કચેરીના અધિકારીઓ, તાલુકા પોલીસ સ્ટેશનના મુખ્ય પી.આઈ., પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ, ગામના સરપંચ તથા સભ્યો, શાળાના શિક્ષકગણ, કચેરી સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ વિભાગોના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ધ્વજવંદન બાદ માનનીય વહીવટદારશ્રીએ વિવિધ શાસકીય યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું અને ગંગપુર ગામના વિકાસ માટે સરપંચશ્રીને 5 લાખ રૂપિયાનો ચેક એનાયત કર્યો.તાલુકા કચેરી, આરોગ્ય કેન્દ્ર, તલાટી કચેરી, જી.ઈ.બી., આંગણવાડી વગેરે ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.કાર્યક્રમ દરમ્યાન ભારત સેવાશ્રમ સંઘની પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને આદિવાસી લોકકૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. અંતે સામાજિક વનીકરણ વિભાગ તેમજ તાલુકા પંચાયતના મુખ્ય અધિકારીઓ, પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીઓની હાજરીમાં વૃક્ષારોપણ સાથે કાર્યક્રમનો સમાપન થયો.રિપોર્ટર: ભુપેન્દ્ર પટેલ, વાંસદા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *