સંતરામપુરજુગારધામ પર સંતરામપુર પોલીસે દરોડો – ૧૦ ઈસમો ઝડપાયા, રૂ. ૧.૪૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે

સંતરામપુરમાં જુગારધામ પર પોલીસનો ધડાકેબાજ દરોડો, ૧૦ ઈસમોની ધરપકડ સાથે રૂ. ૧.૪૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે, શહેરમાં ચકચાર મચી.

સંતરામપુર, તા. 16 ઓગસ્ટ 2025 :સંતરામપુર પોલીસએ ગુપ્ત માહિતીના આધારે શહેરના બજાર વિસ્તારમાં આવેલા બી.કે. સ્ટુડીયોની સામેના બંધ મકાનમાં દરોડો પાડી પત્તાના જુગાર રમતા ૧૦ ઈસમોને ઝડપી પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી કુલ **રૂ. 1,43,670/-**નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં રોકડ રૂ. 30,000/-, ઈસમોની પાસેથી મળી આવેલી રકમ રૂ. 1,38,130/- તથા મોબાઇલ ફોન સહિત **રૂ. 75,500/-**નો સામાન શામેલ છે.ઝડપાયેલા ઈસમોમાં સંતરામપુર, વડોદરા અને લુણાવાડાના નિવાસીઓનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ રાખી છે.✍️ રિપોર્ટર : સલમાન મોરાવાલા, સંતરામપુર