પત્રકારિતાના નામે ખંડણીનો ધંધો – સુરતના બે ‘પત્રકાર’ રંગેહાથ ઝડપાયા!”‎



‎‎‎સત્યની લડત નહીં, ખિસ્સા ગરમ કરવાની પત્રકારિતા – સમાજને બદનામ કરનારા સામે કડક કાર્યવાહી જરૂરી..


‎‎પત્રકારિતાનું પવિત્ર કામ સત્ય સામે લાવવાનો છે, પરંતુ સુરત શહેરમાં થયેલી ઘટનાએ ચોથી જાગીર ને કાળો ધબ્બો લાગી રહ્યો છે.

બે ન્યૂઝ ચેનલના પત્રકાર (૧)સુરજસિંહ વિરેન્દ્રસિંહ રાજપૂત અને (૨) મનોજસિંહ ઉર્ફ પવન રવિશંકર શર્મા એ પોતાની ઓળખનો દુરુપયોગ કરી ખંડણી વસુલવાનો ગુનો કર્યો.

‎👉 ફેક્ટરીમાં ઘૂસી જઈ નાનાં બાળકોના વિડિયો જબરદસ્તી કૅપ્ચર કર્યા.
‎👉 ત્યારબાદ ફરિયાદીને ધમકી – “જો રૂપિયા નહીં આપો તો આ વિડિયો ન્યૂઝ ચેનલ પર ચાલશે અને પોલીસ તમને જેલમાં મોકલી દેશે.”
‎👉 આ રીતે રૂ. ૫૧૦૦ બળજબરી પૂર્વક પડાવ્યા.
‎👉 ઉધના પોલીસે IPC-2023ની કલમ-30(2), 308(5), 54 હેઠળ ગુનો નોંધ્યો.


‎📍 સ્થળ: ઉધના, સુરત

‎👮‍♂️ આરોપી: (૧)સુરજસિંહ વિરેન્દ્રસિંહ રાજપૂત, (૨)મનોજસિંહ ઉર્ફ પવન રવિશંકર શર્મા

‎🛑 ગુનો: પત્રકારિતાના નામે ખંડણી વસૂલી

‎⚖️ કાયદો: ભારતીય ન્યાય સંહિતા – 2023 કલમ 30(2), 308(5), 54 મુજબ એફ.આર.આઈ.



‎—

‎❓ તીખા પ્રશ્નો:

‎શું મીડિયા પરનો વિશ્વાસ હવે પણ ટકી શકશે?

‎સત્યનો અવાજ ઉઠાવવાને બદલે ખંડણી વસૂલનારાને પત્રકાર કહેવું યોગ્ય છે?

‎જો ચોથી કક્ષા જ બગડી જશે તો લોકશાહીના થાંભલા કોણ બચાવશે?

‎આવા પીળા પત્રકારોને ઉદાહરણરૂપ સજા થવી જ જોઈએ.

‎પત્રકારિતાની પવિત્રતા બચાવવા માટે મીડિયા સંસ્થાઓએ આવા નકલી ચહેરા તાત્કાલિક બહાર કાઢવા જોઈએ.

‎પ્રેસ કાર્ડનો દુરુપયોગ હવે સહન નહિ થાય!


‎“ખંડણીના ધંધાર્થીઓને ‘પત્રકાર’ કહેવું જ પત્રકારિતાની જ હત્યા છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *