કાદવમાં સપના દોડશે કેવી રીતે ?


ગુજરાત સ્ટાફ સિલેક્શનના ફિઝિકલ ટેસ્ટ માટે ગોધીનગરના BSF મેદાન કાદવ કીચડ થી ભરપુર ખાડાં ટેકરા પરીક્ષાર્થીઓની કપરી કસોટી, સરકાર બેઠી છત્રી માં..
ગુજરાતમાં હજારો યુવાનો સરકારી નોકરી માટે વર્ષોથી તૈયારી કરે છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) પરીક્ષામાં ફેબ્રુઆરીમાં પાસ થયેલા અનેક ઉમેદવારોનો ફિઝિકલ ટેસ્ટ હાલ ગોધીનગર સ્થિત BSF મેદાનમાં યોજાઈ રહ્યો છે. પરંતુ ચોમાસાની વરસાદી ઋતુને કારણે મેદાનની હાલત અત્યંત ખરાબ બની છે.
સ્થાનિક દ્રશ્યો મુજબ મેદાનમાં કાદવ-કીચડ, ઘાસ અને મોટા ખાડાં થઈ ગયા છે. આવા સંજોગોમાં પરીક્ષાર્થીઓને દોડવા માટે ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે.
અધિકારીઓનુ બેદરકારી ભર્યો અભિગમ..
આ બાબતે પરીક્ષાર્થીઓએ સ્થળ પરના અધિકારીઓને મૌખિક રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલું લેવામાં આવ્યું નથી.
અરવલ્લી જિલ્લાના આશુતોષ નામના યુવાને વિડીયો અને ઈ-મેઈલ મારફતે સરકારનું ધ્યાન આ મુદ્દે દોર્યું છે.
તેમનો સવાલ સીધો છે:
“ગુજરાતમાં જ્યારે કોઈ નેતા આવે ત્યારે બે દિવસમાં રોડ-રસ્તા બની શકે છે,
તો નોકરી માટે દોડતા યુવાનો માટે મેદાનમાંથી કાદવ દૂર કેમ ન થઈ શકે?”
યુવાનોની વ્યથા – સરકારના કાન સુધી પહોંચશે?
ચોમાસામાં મેદાનમાં પાણી ભરાઈ જવાથી કાદવના ઠેરઠેર ખાડા પડેલા છે, દોડવીરોના પગ ફસાઈ જાય છે.
દોડ દરમિયાન લપસવાથી ઈજા થવાનો જોખમ વધી જાય છે, જે યુવાનોના ભવિષ્ય પર સીધી અસર કરે છે.
નૌકરીના સપના પૂરા કરનાર પરીક્ષાર્થીઓના આરોગ્ય અને સુરક્ષા પ્રત્યે બેદરકારી સ્પષ્ટ દેખાય છે.
આશુતોષનો સંદેશ , તાત્કાલિક પગલાં લેવાં જરૂરી
અરવલ્લી જિલ્લાના ક્રાંતિકારી યુવાન આશુતોષે સ્પષ્ટ કર્યું છે કે
“ગુજરાતના યુવાનોના સપનાઓ સાથે જાણી જોઈને રમટ રમાઇ રહી છે તે નહિ ચાલે.
સરકારે તાત્કાલિક કાદવ-કીચડ દૂર કરી મેદાનને દોડ માટે યોગ્ય બનાવવું જોઈએ.”
ગુજરાત સરકાર હંમેશા યુવાનોને રોજગારી આપવા પોકળ દાવા કરે છે.
પણ જ્યાં કાદવમાં દોડવાની ફરજ પાડવામાં આવી રહી છે, ત્યાં યુવાનોના સપના ધૂળધાણી થાય છે
સરકારએ આ બાબત પર તાત્કાલિક યોગ્ય પગલા લેવાની આવશ્યકતા છે,
તેથી રાજ્યના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે.