Skip to content
- Home
- કચ્છમાં માર્ગસલામતી જાળવવા માટેRT0 દ્વારાનિયમ ભંગ કરનારા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા છ મહિનામાં, નિયમો વિરુદ્ધ LEDલાઇટ લગાવનાર અને રેડિયમ વિનાના કુલ 2,802 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, ક્ષમતા કરતાં વધુ વજન એટલે કે ઓવરલોડ માલનું પરિવહન કરતા 2,126 વાહનો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી ચેકપોસ્ટ અને વિશેષ ચેકિંગ ડ્રાઇવ દ્વારા હાથ ધરવામાં આવી છે. RTO કચેરી દ્વારા જાહેર સ્થળો, શાળાઓ અને કોલેજોમાં રોડ સેફટી વિશે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે, જેથી માર્ગ અકસ્માતો ઘટાડી શકાય. આ પગલાંનો મુખ્ય હેતુ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો છે.શેખ ગુલામહુસેન કચ્છ બ્યુરોચીફ 7874474632આપની આસપાસ બનતી ઘટનાઓ પ્રેસનોટ જાહેરાત આપવા માટે