સુરત પાલિકાની બેદરકારી – વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણથી જનજીવન જોખમમાં

સુરત શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય આયોજનનો અભાવ સાબિત થઈ રહ્યો છે. મહાનગર પાલિકા તરફથી વારંવાર જાહેર માર્ગો પર આવેલા વરસાદી ગટરના ઢાંકણ ખોલી મૂકવામાં આવે છે, જેને કારણે રસ્તાઓ વચ્ચે ખુલ્લા પડેલા ગટર વાહન ચાલકો અને નાનાં બાળકો માટે જીવલેણ ફંદા બની રહ્યાં છે.

શહેરમાં આવી બેદરકારીને કારણે અનેકવાર અકસ્માત સર્જાયાં છે. નિર્દોષ માસુમ બાળકો ખુલ્લા ગટરમાં પડીને જીવ ગુમાવી ચૂક્યાં હોવા છતાં પાલિકા તરફથી કોઈ કડક પગલા લેવાતા નથી. આમ, જે પાલિકા નાગરિકોની સુરક્ષા માટે જવાબદાર છે, એ જ પોતાની બેદરકારીથી લોકોના જીવને જોખમમાં મૂકી રહી છે.

નાગરિકોમાં આ મુદ્દે ભારે રોષ છે અને તેઓ પાલિકા પાસેથી તાત્કાલિક પગલા લઈ ગટર ઢાંકણોને સચોટ રીતે બંધ કરી સલામત વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી રહ્યા છે. હવે જો પાલિકા સમયસર ચેતશે નહીં તો આવનારા દિવસોમાં આ બેદરકારી વધુ ભયાનક દુર્ઘટનાઓને જન્મ આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *