કોરી/કોળી સમાજ એકતા સંગઠન – શુભેચ્છા મીટીંગ

તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ જહાંગીરપુરા, ઇચ્છા નગર સોસાયટી ખાતે શ્રી ગિરિશભાઈ પટેલ (માજી કોર્પોરેટર, સુરત) ના નિવાસસ્થાને અને ઓફિસ ખાતે કોરી/કોળી સમાજ એકતા સંગઠન, ગુજરાત ના પ્રતિનિધિ મંડળે શુભેચ્છા મુલાકાત યોજી. શ્રી ગિરિશભાઈ પટેલ અખિલ ભારતીય કોળી સમાજ, સુરત જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે તેમજ જાણીતા સામાજિક અને રાજકીય આગેવાન છે. તેઓ સુરત મહાનગર પાલિકામાં કોર્પોરેટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
આ બેઠકમાં ખાસ કરીને શ્રી હરેશભાઈ વાઘેલા, શ્રી આસ્તિકભાઈ પટેલ, ડૉ. અર્જુન પટેલ, શ્રી વલ્લભભાઈ પરમાર, શ્રી પ્રમોદભાઈ પટેલ, શ્રી રાજુભાઈ બામણીયા, શ્રી વિઠ્ઠલભાઈ ગાગાની તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી આ મીટીંગમાં સમાજના સળગતા પ્રશ્નો, સંગઠનનું માળખું તથા સમાજના ભવિષ્ય જેવા મુદ્દાઓ પર વિશદ ચર્ચા થઈ.
શ્રી હરેશભાઈ અને ડૉ. અર્જુન પટેલે કોરી/કોળી સંગઠનનો પરિચય, તેનું વિઝન-મિશન, સ્થાપના ઇતિહાસ, સ્થાપક પ્રમુખ, પાયાના કાર્યકરો તથા મહિલાઓના સ્થાન અંગે વિસ્તૃત માહિતી આપી. એમણે ઉલ્લેખ કર્યો કે ડૉ. બાબાસાહેબ આંબેડકરને અંતિમ સમયમાં લાગ્યું કે ભણેલા લોકોએ સમાજને છેતર્યો, તેથી તેમણે ગરીબ અને મધ્યમ વર્ગ વચ્ચે જઈ કાર્ય કર્યું. એ જ વિચારને આધારે કોરી/કોળી સમાજના પછાત વર્ગોને કેન્દ્રમાં રાખીને કાર્ય ચાલી રહ્યું છે. સંગઠનના સિદ્ધાંતો અને નીતિ-નિયમો દરેક સ્તરે સમાન રીતે લાગુ પડે છે અને આ બાબતે સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા.
શ્રી આસ્તિકભાઈ પટેલે હજીરા વિસ્તારમાં ઉદ્યોગોના વધારાથી ઊભા થયેલા રોજગારી તથા પર્યાવરણ સંબંધિત પ્રશ્નો પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે ઉદ્યોગો હોવા છતાં સ્થાનિકોને રોજગાર મળતો નથી કારણ કે ભરતી પ્રક્રિયા ઑનલાઇન અને દિલ્હી થી થાય છે લોગો સ્થાનિક લોકો રોજે રોજ કંપનીની વેબસાઈટ જોતા હોતા નથી એને કારણે ક્યારે કઈ જગ્યાએ કઈ વેકેન્સી આવે છે એને અમને વારો માર્ચ હોતી નથી પરિણામે તેઓ નોકરીથી વંચિત રહી જાય છે.
આવનારા પાંચ થી છ મહિનામાં ગુજરાતના વીસ થી પચ્ચીસ ટકા કોળી વિસ્તારોમાં સંગઠનનું મજબૂત માળખું ઉભું થઈ જશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. આવતા દિવાળી વેકેશનમાં પ્રતિનિધિમંડળ પંદર દિવસીય સૌરાષ્ટ્ર પ્રવાસ કરશે અને ત્યાંના કોળી સમાજને સંગઠન સાથે જોડશે.
શ્રી ગિરિશભાઈએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે રાજનીતિ કરવી સહેલી છે પરંતુ સમાજને એક કરવો અત્યંત મુશ્કેલ છે. તેમણે પોતાના અનુભવ શેર કરતાં કહ્યું કે સંગઠન જીવંત રહે તે માટે સતત ફોલોઅપ, કાર્યક્રમો અને લોકો સાથે સીધો સંપર્ક જાળવી રાખવો આવશ્યક છે. તેમણે સંગઠનને શુભેચ્છાઓ પાઠવી અને ભવિષ્યમાં દરેક શક્ય સહકાર આપવાની ખાતરી આપી.
અહેવાલ: ડો. અર્જુન પટેલ