હેબિટ્યુઅલ ગુનેગાર ઇમ્તિયાઝ સદ્દામને કોર્ટનો ઝાટકો – જામીન અરજી નામંજૂર…

👉 ફરિયાદી પાસે ₹50,000 પડાવ્યા, ચપ્પુ બતાવી ધમકી – 7થી વધુ ગુના દાખલ, સાક્ષીઓને ડરાવવાનો ભય દર્શાવતાં કોર્ટનો કડક નિર્ણય…

સુરત શહેરમાં આતંક મચાવનાર અને ગુનાખોરીની દુનિયામાં નામચીન બની ચૂકેલો ઇમ્તિયાઝ સદ્દામ કાયદાની કસોટીમાંથી છૂટકારો મેળવી શક્યો નથી. આજ રોજ તેની જામીન અરજી સુરત મ્યુનિસિપલ કોર્ટમાં રજૂ થઈ હતી, પરંતુ નામદાર કોર્ટએ કડક શબ્દોમાં આ અરજીને નામંજૂર કરી દીધી છે.કોર્ટએ નોંધ્યું કે ઇમ્તિયાઝ સદ્દામ હેબિટ્યુઅલ ગુનેગાર છે, જેના પર અત્યાર સુધીમાં 7 જેટલાં ગંભીર ગુના નોંધાયેલા છે. ફરિયાદી પાસે રૂ.50,000 પડાવીને ચપ્પુ બતાવી જીવલેણ ધમકી આપવાનો ગંભીર આરોપ તેની સામે સાબિત થાય છે.કાયદાની જોગવાઈ પ્રમાણે, તેના પર લાગેલાં કલમોમાં 7 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે. આ ઉપરાંત, કોર્ટએ ચિંતા વ્યક્ત કરી કે આરોપી જામીન પર છૂટશે તો સાક્ષીઓને ડરાવવાનો કે દબાણ કરવાનો પ્રયાસ કરી શકે છે.આવા સંજોગોમાં કોર્ટએ સ્પષ્ટ કર્યું કે સમાજના હિતમાં અને ન્યાયની સુરક્ષા માટે તેને જામીન પર મુક્ત કરવો યોગ્ય નથી. પરિણામે, ઇમ્તિયાઝ સદ્દામની જામીન અરજીને કડક શબ્દોમાં નામંજૂર કરી દેવામાં આવી છે..