*રવિવારે સાયકલિંગ એક દેશવ્યાપી આંદોલન બન્યું: મનસુખ માંડવિયા*

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું હતું કે ‘રવિવારે સાયકલિંગ’ દેશભરમાં એક આંદોલન બની ગયું છે. ફિટ રહેવા અને ‘સ્વદેશી’ને પ્રોત્સાહન આપવા માટે 50થી વધુ સાંસદો આ કાર્યક્રમમાં જોડાયા હતા, અને તેમણે રાષ્ટ્રને સ્વદેશીનો સંદેશ આપ્યો હતો.આ કાર્યક્રમનું આયોજન ‘ફિટ ઇન્ડિયા: રવિવારે સાયકલિંગ’ થીમ હેઠળ ભારતીય રેલવેના સહયોગથી નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. મંત્રીએ જણાવ્યું કે આ કાર્યક્રમનું આયોજન દેશભરમાં 8,000 થી વધુ સ્થળોએ થયું હતું. તેમણે કહ્યું કે સાયકલિંગ ‘ફિટ ઇન્ડિયા’નો સંદેશ છે, તે શ્રેષ્ઠ વ્યાયામ છે, અને તે પ્રદૂષણનો ઉપાય છે. જીએસટી સુધારાઓ વિશે વાત કરતાં, મંત્રીએ જણાવ્યું કે સાયકલ પરનો જીએસટી 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે
.રિપોર્ટ વિશાલ પટેલ 9377424645