*અનંત ચતુર્દશી 2025: વાજતે-ગાજતે ગણેશજીને વિદાય, જાણો વિસર્જનનું શુભ મુહૂર્ત અને વિધિ*

સુરત, 6 સપ્ટેમ્બર, 2025: દસ દિવસ સુધી ચાલેલા ગણેશોત્સવનો આજે અનંત ચતુર્દશીએ સમાપન થશે. ભાદરવા સુદ ચોથ, 27 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો આ મહોત્સવ આજે, શનિવાર, 6 સપ્ટેમ્બરના રોજ ગણેશજીની મૂર્તિના વિસર્જન સાથે પૂર્ણ થશે. ભક્તો ભારે હૈયે અને વાજતે-ગાજતે ‘ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ’ ના જયઘોષ સાથે વિઘ્નહર્તાને વિદાય આપશે.ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત અને વિધિ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ગણેશજી બુદ્ધિ, સમૃદ્ધિ અને વિવેકના દેવતા છે. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા તેમની પૂજા કરવામાં આવે છે, જેનાથી તમામ વિઘ્નો દૂર થાય છે અને કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે.ગણેશ વિસર્જનની વિધિઅનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, જેનો અર્થ એ છે કે ગણેશજી તેમના ધામમાં પાછા જઈ રહ્યા છે.
* પૂજા અને આરતી: વિસર્જન પહેલા ફરી એકવાર ગણેશજીની આરતી કરવી અને તેમને મોદકનો ભોગ ધરાવવો. * પ્રાર્થના: મૂર્તિને સન્માનપૂર્વક ઉઠાવતા પહેલા ગણેશજીની ક્ષમા માંગવી અને તેમને પ્રાર્થના કરવી કે તેઓ આવતા વર્ષે ફરી પધારે.
* વિસર્જન: ગણેશજીની મૂર્તિને પવિત્ર નદી, તળાવ અથવા પાણીના સ્ત્રોતમાં વિસર્જિત કરવી. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.ગણેશ વિસર્જન માટે
શુભ મુહૂર્ત (6 સપ્ટેમ્બર, 2025) * સવારે: 07:58 AM થી 09:30 AM * બપોરે: 12:40 PM થી 05:15 PM * સાંજે: 06:55 PM થી 08:25 PMગણેશોત્સવ એ ભક્તિ, આનંદ અને સકારાત્મકતાનો પર્વ છે, જે સમગ્ર સમાજમાં ઉત્સાહ ભરી દે છે. ભક્તો આસ્થાભેર પૂજા-અર્ચના કરીને ગણેશજીને ભાવભીની વિદાય આપશે.
રિપોર્ટ વિશાલ પટેલ 9377424645