*અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સમોસાની ચટણીમાંથી મૃત ગરોળી મળી આવતા ખળભળાટ*

ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા પ્રત્યેની બેદરકારીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી રામદેવ ચોળાફળી નામની દુકાનમાંથી ખરીદવામાં આવેલી સમોસાની ચટણીમાંથી એક મૃત ગરોળી મળી આવી છે. આ ઘટનાએ સ્થાનિક ગ્રાહકોમાં ભય અને રોષની લાગણી પેદા કરી છે.વેજલપુરમાં રહેતા એક મહિલા ગ્રાહક દ્વારા આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, ‘હું શ્રેયસ કોમ્પ્લેક્સ સામે આવેલી રામદેવ ચોળાફળીની દુકાનેથી સમોસા અને ચટણી લઈને ઘરે ગઈ હતી. જ્યારે મેં ખાવા માટે ચટણી કાઢી, ત્યારે તેમાં એક મૃત ગરોળી જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ.’આ મામલે ગ્રાહકે તાત્કાલિક દુકાનદારનો સંપર્ક કર્યો હતો, પરંતુ દુકાનદારે કોઈ પણ પ્રકારની વાત સાંભળવાની કે જવાબ આપવાની ના પાડી હતી, જેના કારણે ગ્રાહકે આ ઘટના અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.આ ઘટના ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવામાં વેપારીઓની ગંભીર બેદરકારી દર્શાવે છે. આ પ્રકારના કિસ્સાઓ જાહેર આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે. હવે AMCનો ફૂડ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે અને જવાબદાર દુકાનદાર સામે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
રિપોર્ટ વિશાલ પટેલ 9377424645