*પંજાબમાં પૂર: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ PMને વિસ્તૃત અહેવાલ સુપરત કરશે*

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પંજાબમાં પૂરથી થયેલા નુકસાન અંગે વડાપ્રધાનને એક વિસ્તૃત અહેવાલ સુપરત કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર પંજાબને આ સંકટમાંથી બહાર લાવવા માટે કોઈ કસર છોડશે નહીં.ચૌહાણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની યોજનાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ગેરકાયદેસર ખનનને કારણે સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગર નદીના કિનારા નબળા પડ્યા છે, જેના કારણે ગામડાઓમાં પાણી ઘૂસી ગયું છે. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના શાસનકાળમાં આ કિનારાઓને મજબૂત કરવામાં આવ્યા હતા જેથી પાકને પૂરથી બચાવી શકાય.ચૌહાણે ભારપૂર્વક કહ્યું કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓથી બચવા માટે કિનારાઓને ફરીથી મજબૂત કરવા જરૂરી છે. તેમણે રાજ્ય સરકારને પણ ગંભીરતાથી જમીની સ્તરે કામ કરવા જણાવ્યું.મંત્રીએ પૂર પીડિતોને મદદ કરી રહેલા સામાન્ય નાગરિકો અને સામાજિક કાર્યકરોની સેવા ભાવનાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે પંજાબીઓની એકતા અને સેવાભાવ આપણને આ સંકટમાંથી બહાર આવવાની શક્તિ આપે છે. તેમણે રાજ્યને કેન્દ્ર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી.શ્રી ચૌહાણે અમૃતસર, ગુરદાસપુર અને કપૂરથલાના અનેક ગામોની મુલાકાત લઈને પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
રિપોર્ટ વિશાલ પટેલ 9377424645