*દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: અનેક વિસ્તારો જળબંબાકાર, જનજીવન પ્રભાવિત*



છોટા ઉદેપુર અને સુરતમાં પૂર જેવી સ્થિતિછેલ્લાં 15 દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે તારાજી સર્જાઈ છે. ખાસ કરીને છોટા ઉદેપુર અને સુરતમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. છોટા ઉદેપુરમાં સંખેડા-હાંડોદ રોડ પર બે બસો પાણીમાં ફસાઈ ગઈ હતી, જેમાં સ્થાનિકોની મદદથી મુસાફરોને દોરડાથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બાડેલી, રઝાનગર અને દીવાન ફળિયામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સુરત પાણીમાં ગરકાવસુરતમાં પણ મોરા ભાગલ વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, અને BRTS કોરિડોર પણ પાણીમાં ડૂબી ગયો છે. કમર સુધીના પાણી ભરાઈ જવાથી વાહનો ફસાઈ ગયા છે, અને ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. અંકલેશ્વર-સુરતને જોડતો સ્ટેટ હાઈવે પણ પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે લોકોને જીવના જોખમે રસ્તો પાર કરવો પડી રહ્યો છે.વડોદરામાં નદીઓ ગાંડીતૂર બનીવડોદરામાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો છે. ડભોઈ પાસે દેવ અને ઢાઢર નદીઓ ગાંડીતૂર બની છે. દેવ ડેમમાંથી 12,700 ક્યુસેક પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વાઘોડિયા પાસેની તામસી નદી પણ બે કાંઠે વહેતી થતાં ચણોઠીયા પૂરાથી ડભોઈનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે
*વરસાદની વર્તમાન પરિસ્થિતિ જોતાં, શું તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે કોઈ વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે*?
રિપોર્ટ વિશાલ પટેલ 9377424645