‘ડ્રગ્સ ફ્રી સીટી’ની પોલંપોલ, સુરતમાં દારૂ, ડ્રગ્સ, હવે કેમીકલ યુક્ત તાડી નાં અડ્ડા ની બોલબાલા!

ઉધના,લીંબાયત, પાંડેસરા , નિલગીરી વિસ્તાર દારૂ-તાળીના અડ્ડા વધુ; પોલીસની રહેમ નજર કે મૌન સંમતિ ?
સુરત શહેરમાં એક બાજુ સરકાર અને પોલીસ દ્વારા “ડ્રગ્સ ફ્રી સીટી”ના દાવા કરવામાં આવે છે, તો બીજી બાજુ હકીકતમાં નશાના અડ્ડાઓ નું સામ્રાજ્ય દિવસે દિવસે વિકરાળ બનતું જાય છે.ઉધના,લીંબાયત, પાંડેસરા , નિલગીરી વિસ્તાર આજે દારૂ અને તાળીના દુષણ થી ખડબદી રહ્યોં છે.
સ્થાનિક રહીશો ની વારંવાર ની રજુઆત થી અમારા પ્રતિનિધિએ સ્થળ પર જઈને ખરાઈ કરતાં જાણવા મળ્યું કે લીંબાયત વિસ્તારોમાં નશેડીઓ ખુલ્લેઆમ તાળી પી ને નશાની હાલતમાં ફરતા હતા. કેટલાક તો દીવાલિયા દુકાનોની બહાર કે ખૂણા ખૂણામાં બેઠા હતા. દ્રશ્યો એટલા ચોંકાવનારા હતા કે ત્યાંથી પસાર થતી મહિલા ઓ, શાળા એ જતા માસુમ બાળા ઓ અને સામાન્ય નાગરિક અસલામતી મહેસુસ કરતા સ્પષ્ટ જણાય રહ્યાં હતા.
સ્થાનિકોના આક્ષેપો મુજબ, તાળી અને દારૂનું વેચાણ પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ખુલ્લેઆમ ચાલે છે. છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. સ્થાનિકો કટાક્ષ કરી રહ્યા છે કે “આ ધંધો પોલીસની સંમતિ વગર થઈ જ નહીં શકે.”
નશાના કારણે યુવાપેઢી ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળી રહી છે.જેના કારણે શહેરમાં ગુનાખોરી દિવસે ને દિવસે વધી રહી છે.
ચોરી, લૂંટફાટ, હત્યા, નાનાં મોટાં ઝઘડા નું પ્રમાણ વધ્યા છે.
શહેરમાં અશાંતિ અને ગરીબીનું પ્રમાણ વધી રહ્યું છે.
જો સરકાર સાચે જ ડ્રગ્સ ફ્રી સીટી ઇચ્છતી હોય તો આ નશાના અડ્ડા કેમ બંધ નથી થતા ?
શું લીંબાયત પોલીસ સ્ટેશન પર તાળી-દારૂના બુટલેગરોનો દબદબો છે?
નશા સામે કડક કાયદો હોવા છતાં શહેરમાં કાયદો અમલમાં કેમ નથી?
લીંબાયત વિસ્તારના સ્થાનિક રહીશો નું કહેવું છે કે જો તાત્કાલિક કડક પગલાં નહીં લેવાય તો સુરત જલદી જ “ડ્રગ્સ ફ્રી સીટી” નહિ પરંતુ “ડ્રગ્સ સીટી” તરીકે ઓળખાય તો નવાઈ નહીં.