અભિયાનનો આરંભ: સુરત અને મુંબઈમાં વેપારીઓ દ્વારા સ્વદેશી સુરક્ષા અને સ્વાવલંબી અભિયાન




અમેરિકા દ્વારા ભારતીય માલ પર 50% ટેક્સ લાદવાના તાજેતરના નિર્ણયના વિરોધમાં, સુરત અને મુંબઈના વેપારીઓએ “સ્વદેશી સુરક્ષા અને સ્વાવલંબી અભિયાન” નામનું એક નવું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય બજારોમાંથી અમેરિકન બ્રાન્ડ્સનો બહિષ્કાર કરીને સ્થાનિક ઉત્પાદનો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવાનો છે.આ અભિયાન હેઠળ, વેપારીઓએ મેકડોનાલ્ડ્સ, કેએફસી, પેપ્સી, કોકા-કોલા, એમેઝોન, ડોમિનોઝ, સ્ટારબક્સ, નાઇકી, લેવી અને અન્ય અનેક અમેરિકન કંપનીઓના ઉત્પાદનોના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે. ગ્રાહકોને ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ ખરીદવા અને વિદેશી બ્રાન્ડ્સના બદલે સ્વદેશી વિકલ્પો અપનાવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.આ અભિયાનનો એક ભાગ એ છે કે લોકોને એ સમજાવવું કે કઈ કઈ વિદેશી બ્રાન્ડ્સ તેમના ઘરોમાં રોજિંદા ઉપયોગમાં લેવાય છે, જેમ કે માઝા, કિનલી, કુરકુરે, મેગી, નેસ્લે, કોલગેટ, ડવ, સર્ફ એક્સેલ વગેરે. આ ઉત્પાદનોના ભારતીય વિકલ્પોની સૂચિ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.વેપારીઓના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, “ભારતની આર્થિક સ્વતંત્રતા અને આત્મનિર્ભરતા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે. ચીન પછી, અમેરિકાને પણ એ સમજાવવાનો સમય આવી ગયો છે કે 140 કરોડની વસ્તી ધરાવતા ભારતને નુકસાન પહોંચાડવું કેટલું મોંઘું પડી શકે છે. આ અભિયાન ફક્ત વેપારીઓ માટે જ નહીં, પરંતુ દરેક ભારતીય માટે દેશની સુરક્ષા અને ગૌરવનો પ્રશ્ન છે.”આ અભિયાન દ્વારા વેપારીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ વધુને વધુ ભારતીય ઉત્પાદનો ખરીદે અને દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપે.
રિપોર્ટર વિશાલ પટેલ 9377424645