દિલ્હીગેટ ખાતે ગોગાજી મહારાજના લગ્ન ઉત્સવમાં અરશદભાઈ જરીવાલાનું હાર્દિક સન્માન…

વાલ્મિકી સમાજના પ્રમુખો અને આગેવાનો દ્વારા વ્યક્ત કરાયો વિશેષ આદર, ભવ્ય કાર્યક્રમમાં ઉમદા હાજરી અને ઉત્સાહભર્યો માહોલ..

ગત રોજ દિલ્હીગેટ ખાતે વાલ્મિકી સુધારક સેવા મંડળ, સુરત અને છડી ઉત્સવ સમિતિ દ્વારા આયોજીત ગોગાજી મહારાજના લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે શ્રી અરશદભાઈ જરીવાલા હાજર રહ્યા, જેમણે ઉત્સવને વધુ ગૌરવમય અને યાદગાર બનાવ્યું. વાલ્મિકી સમાજના પ્રમુખો અને આગેવાનો દ્વારા શ્રી જરીવાલાને હાર્દિક સન્માન અપાયું, જે કાર્યક્રમના મહત્વપૂર્ણ અને ગૌરવમય પળોમાંનું એક વિશેષ દૃશ્ય હતું.ઉત્સવમાં હાજર લોકો અને સામાજિક પ્રતિનિધિઓએ કાર્યક્રમની વ્યવસ્થા, ભવ્યતા અને ઉલ્લાસભર્યો માહોલની પ્રસંસા કરી, જેથી આ ઉત્સવ સમાજ માટે એક યાદગાર પ્રસંગ બની ગયો.