“ચંદાનો હિસાબ ગુમ, દીવાલ તોડી ધંધાનો દાવ – કબ્રસ્તાનમાં કોનું રાજ?”

👉 “પવિત્ર કબ્રસ્તાન પર વેપારના ખેલ, કરોડોનો ચંદો અને વૃક્ષચોરીનો હિસાબ આજે પણ ગાયબ”

પવિત્ર કબ્રસ્તાન પર વેપારના ખેલ, કરોડોનો ચંદો અને વૃક્ષચોરીનો હિસાબ આજે પણ ગાયબબારડોલી મક્કી કબ્રસ્તાન ફરીથી વિવાદોના ભવરમાં છે. કબ્રસ્તાનની જમીન પર દુકાનો ઊભી કરવાનો ખેલ ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. વહીવટદાર દ્વારા મિટિંગના નામે લોકોના મંતવ્ય માંગવામાં આવ્યા, પરંતુ મિટિંગ પહેલાં જ કબ્રસ્તાનની દીવાલ તોડી નાખતા હંગામો સર્જાયો હતો.આ પહેલા દીવાલ બનાવવા માટે કરોડો રૂપિયાનો ચંદો ઉઘરાવવામાં આવ્યો હતો, પરંતુ આજદિન સુધી તેનો હિસાબ સમાજ સમક્ષ જાહેર થયો નથી. એટલું જ નહીં, કબ્રસ્તાનની અંદરના વૃક્ષો પણ પરવાનગી વગર કાપી બારોબાર વેચી નાખવાના બનાવો સામે આવ્યા છે – તેનો હિસાબ પણ ગાયબ છે.મુસ્લિમ સમાજના આગેવાનો ખુલ્લેઆમ સવાલ કરી રહ્યા છે – શું કબ્રસ્તાનની પવિત્ર જમીન સંચાલન માટે છે કે વેપાર માટે છે?

