*વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે*

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરવાના છે. આ સંબોધન કયા વિષય પર હશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ આ સંબોધન અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આવતીકાલથી દેશભરમાં જીએસટીનો ઘટાડો લાગુ થવા જઈ રહ્યો છે, ત્યારે આ સંબોધન વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
વર્ષ 2014થી જ્યારે પણ વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધન કર્યું છે, ત્યારે મોટાભાગે કોઈ મોટા અને મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાં પણ નોટબંધી, કોવિડ-19 લૉકડાઉન અને અન્ય રાષ્ટ્રીય મુદ્દાઓ પર વડાપ્રધાને સંબોધન કર્યું હતું.જોકે, કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે વડાપ્રધાન યુએસ-ચીન ટ્રેડ વૉર કે H-1B વિઝા વિવાદ જેવા સંવેદનશીલ અને રાજદ્વારી મુદ્દાઓ પર વાત ન પણ કરે, કારણ કે આવા મુદ્દાઓનો ઉકેલ સામાન્ય રીતે રાજદ્વારી સ્તરે લાવવામાં આવે છે.આ સંબોધનમાં વડાપ્રધાન કયા વિષયો પર ભાર મૂકે છે અને કયા નિર્ણયોની જાહેરાત કરે છે તે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક છે. લોકો સાંજે 5 વાગ્યાની રાહ જોઈ રહ્યા છે.
રીપોર્ટ વિશાલ પટેલ 9377424645

