વટાદરામાં દિવાળી પર્વે મીઠાઈ વિતરણનો સેવાભાવી ઉપક્રમ



વટાદરા ગામે દિવાળી અને નૂતન વર્ષના પાવન અવસરે ગામના સેવાભાવી આદરણીય શ્રી અક્ષયભાઈ પંડ્યા દ્વારા સમાજ સેવા રૂપે આનંદમય ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ગામના આશરે 80 જેટલા બાળકોને મીઠાઈ વિતરણ કરીને તહેવારની ખુશીઓ વહેંચવામાં આવી હતી.
આ પ્રસંગે એમ.જી.વી.સી.એલ.ના કર્મચારી શ્રી રાવજીભાઈ ઠાકોર, એડવોકેટ શ્રી વિજયભાઈ (ભાણો), શ્રી મહેશભાઈ ટપાલી તથા ખોડિયાર કોમ્પ્યુટર ક્લાસના સંચાલક શ્રી મિતેશભાઈ ઠાકોર (ભાણો) ઉપસ્થિત રહ્યા હતા.
ગામના વડીલો તથા ગ્રામજનો દ્વારા શ્રી અક્ષયભાઈ પંડ્યાના આ સેવાકાર્યની પ્રશંસા કરી અને આવા માનવતાભર્યા કાર્યો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

