ભાજના નેતા અડધી રાતે ચાદર ઓઢી ભાગ્યા,શા માટે ??
પાદરામાં ભાજપના નેતા ભાસ્કર પટેલ રંગેહાથ ઝડપાયા!
ધાબડો ઓઢીને ફોરચ્યુનર કારમાં ભાગવાનો પ્રયાસ; ગામલોકોએ વીડિયો બનાવી કર્યો વાયરલ
વડોદરા જિલ્લાના પાદરામાં ભાજપના નેતા તથા પૂર્વ APMC ચેરમેન ભાસ્કર પટેલ રંગેહાથ ઝડપાતા ભારે રાજકીય ખળભળાટ મચી ગયો છે.
માહિતી મુજબ, અડધી રાતે મહિલા મિત્રને મળવા ગયેલા ભાસ્કર પટેલ પર ગામલોકોએ શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેઓ ધાબડો ઓઢીને ફોરચ્યુનર કાર લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સ્થાનિકોએ પીછો કરીને તેમને પકડી પાડ્યા.
આ બનાવનો વીડિયો ગામલોકોએ બનાવી સોશ્યલ મીડિયા પર વાયરલ કરી દીધો છે. વીડિયો વાયરલ થતા જ સમગ્ર વડોદરા જિલ્લામાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
ગ્રામજનો દ્વારા ખુલ્લેઆમ આક્ષેપો થઈ રહ્યા છે કે, પદ પર રહીને આવા કૃત્યોથી ભાજપની છબી ખરાબ થઈ રહી છે. આ મુદ્દે પક્ષના વરિષ્ઠ નેતાઓ મૌન સાધી રહ્યા છે, પરંતુ કાર્યકરોમાં ભારે અસંતોષ છે.
આ ઘટનાથી પાદરા સહિત વડોદરા જિલ્લાના રાજકારણમાં જોરદાર હલચલ મચી ગઈ છે અને આવનારા સમયમાં આ મુદ્દો ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.
