બોગસ આંગડિયા ગેંગનો સરથાણા પોલીસના જાળમાં શિકાર – 50 લાખના કૌભાંડનો અંત.

સુરત: શહેરમાં ચાલતી બોગસ આંગડિયા પેઢીનો મોટો કૌભાંડ સરથાણા પોલીસે ચપટીમાં પકડી પાડ્યો છે. ત્રિમૂર્તિ – કિરીટ પટેલ, કિશોર ઘોડાદરા અને જયેશ આહિર – પર આરોપ છે કે તેઓએ મળીને ફરિયાદી દિનેશભાઈ પાસેથી રૂપિયા 50 લાખની છેતરપિંડી કરી.કિશોર ઘોડાદરા અને ભરત પટેલે, લોકો સાથે કૌભાંડ કરવા માટે, જયેશ આહિર પાસેથી રૂપિયા એક લાખ લઈને બોગસ આંગડિયા પેઢી ખોલી હતી. બાદમાં ફરિયાદી દિનેશભાઈને બેંકમાં RTGS કરાવવાના બહાને પેઢીમાં બોલાવીને રૂપિયા સીધા જમા લેવાયા.ચા પીવાના બહાને બહાર લઈ જઈને ફરિયાદી સાથે મોટાપાયે છેતરપિંડી કરવામાં આવી.પી.આઈ. બી.બી. કરપડાના નેતૃત્વ હેઠળ સર્વેલાઈન્સ સ્ટાફની ટીમે આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરીને કૌભાંડના બધા પર્દા ઉઘાડ્યા. પોલીસે હવે આ ગેંગના અન્ય શિકાર અને સાથીદાર સુધી પહોંચવા ચક્ર ગતિમાન કર્યું છે.