અમદાવાદના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાના વિરોધમાં રામનગરમાં સિન્ધી સમાજ દ્વારા વિશાળ મૌન રેલી

તારીખ: ૨૨ ઑગસ્ટ, ૨૦૨૫
સુરત: અમદાવાદમાં સિન્ધી વિદ્યાર્થી નયન સંતાણીની કરુણ હત્યાના વિરોધમાં આજે રામનગરના સિન્ધી સમાજે એક વિશાળ મૌન રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં સમાજની વિવિધ સંસ્થાઓ અને મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાયા હતા.
સવારે, રામનગરના સતરામ સાક્ષી સર્કલથી શરૂ થયેલી આ મૌન રેલી શ્રી ઝુલેલાલ મંદિર સુધી પહોંચી હતી. રેલીમાં ઉપસ્થિત સૌએ મૃતક વિદ્યાર્થી નયન સંતાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. આ મૌન રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય શોક પ્રગટ કરવાનો અને ન્યાયની માંગ કરવાનો હતો.
સિન્ધી સમાજે એક અવાજે પ્રશાસન અને સરકાર સમક્ષ નયન સંતાણીના પરિવારને વહેલી તકે ન્યાય મળે તેવી માંગ કરી હતી. આ ઘટનાને વખોડી કાઢતા, સમાજે આવા ગંભીર ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કાયદા-વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાની અપીલ કરી હતી.
આ રેલી દ્વારા સિન્ધી સમાજે પીડિત પરિવાર પ્રત્યે પોતાની એકતા અને સમર્થન દર્શાવ્યું હતું અને ન્યાયની લડતમાં તેમની સાથે હોવાનું જણાવ્યું હતું.
રિપોર્ટ વિશાલ પટેલ 9377424645