ગીર-સોમનાથના ફાર્મહાઉસમાંથી દેવાયત ખવડ ઝડપીાયો ✅

-સોમનાથ જિલ્લામાંથી ફરાર દેવાયત ખવડને આખરે પોલીસે કાયદાના સકંજામાં લીધો છે. ડુધઈ ગામની નજીક આવેલા ફાર્મહાઉસમાંથી જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઘેરાવ કરી દેવાયત ખવડને ઝડપી પાડ્યો.પાંચ દિવસથી દેવાયત ખવડ પોલીસને ચકમો આપી રહ્યો હતો. ધ્રુવરાજસિંહ કેસ બાદ તેની શોધખોળ તેજ બની હતી. ગુપ્ત બાતમીના આધારે પોલીસે રેડ કરી તેને કાબૂમાં લીધો. ધરપકડ દરમિયાન દેવાયત ખવડની સ્કોર્પિયો કાર સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.ફાર્મહાઉસની આજુબાજુના CCTV ફૂટેજમાંથી તેની હિલચાલનો ખુલાસો થતાં પોલીસે ચોક્કસ માહિતી મેળવી સફળ કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં દેવાયત ખવડને પોલીસ રિમાન્ડ પર લઇ તેની વિગતવાર પૂછપરછ શરૂ કરી છે.