નિરંકારી મિશન દ્વારા કીમ માં રક્તદાન શિબિર આયોજન49 નિરંકારી ભક્તોએ કર્યું રક્તદાન


સુરત, 24 સપ્ટેમ્બર, 2025: સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજની શિક્ષાને અપનાવીને, નર સેવા, નારાયણ પૂજાના ભાવ સાથે સંત નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ કીમ સ્થિત અંબાજી હોલ, કીમ પોલીસ સ્ટેશનની બાજુમાં રવિવાર, 21 સપ્ટેમ્બરના રોજ આયોજિત રક્તદાન શિબિરમાં 49 રક્તદાતાઓએ રક્તદાન કર્યું. આ શિબિરમાં નવી સિવિલ હોસ્પિટલ દ્વારા રક્ત સંકલન કરવામાં આવ્યું.
આ શિબિરનું ઉદ્ઘાટન સુરત ઝોનના કોઓર્ડિનેટર બાલુભાઈ મહ્યાવંશીની ઉપસ્થિતિમાં નિરંકાર પ્રભુનું સુમિરણ કરીને કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે આવા રક્તદાન શિબિરો થકી જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત ઉપલબ્ધ થાય છે, લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ વધે છે અને સમાજમાં સેવા તથા સહયોગની ભાવનાને પ્રોત્સાહન મળે છે.
નૌગામા સેક્ટર સંયોજકએ આ કાર્યક્રમમાં સામેલ તમામ રક્તદાતાઓ, ડોકટરો અને તેમની ટીમોનો હૃદયપૂર્વક આભાર માન્યો.નિઃશંકપણે સંત નિરંકારી મિશનના ભક્તો અને સેવાદળ આ સંદેશ તેમના વ્યવહાર થી ચરિતાર્થ કરતા સતગુરુના શિક્ષાઓને નિભાવે છે.
સંત નિરંકારી મંડળ – સુરત.


Great work! This is the type of information that should be shared around the web. Shame on Google for not positioning this post higher! Come on over and visit my website . Thanks =)