- Home
- કંડલા બંદર પર હવામાન વિભાગની ચેતવણીને પગલે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભારે વરસાદ અને દરિયાઈ ડિપ્રેશનને કારણે પવનની ગતિમાં વધારો થવાની સંભાવના છે, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, કંડલા બંદર પર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.આ પરિસ્થિતિને જોતાં, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠે સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે.