વલસાડ જિલ્લાના વાપીમાં પોલીસ પર હુમલો – સુરત ક્રાઈમ બ્રાન્ચના ફાયરિંગમાં આરોપી અશફાક શેખ ઘાયલ..

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલા હત્યાના આરોપી અશફાક શેખને પકડવા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વાપીના ડુંગરા વિસ્તારમાં પહોંચી હતી. આરોપી પોતાના સંબંધીના ઘરે, અમનપાર્ક વિસ્તારમાં છુપાયો હતો.જ્યારે પોલીસએ તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે અશફાક શેખએ પોલીસ પર છરીથી હુમલો કર્યો. આ હુમલામાં પોલીસ કર્મચારી ઘાયલ થતા પોલીસે સ્વ બચાવ માટે ફાયરિંગ કર્યું. જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.આરોપીને કસ્ટડીમાં લઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. હાલમાં સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે..