શ્રી કે. જી. પટેલ બી.એડ. કૉલેજમાં કાર્ડ મેકિંગ સ્પર્ધા..

શ્રી ઓડ ઍજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી કે. જી. પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, ઓડ ખાતે આચાર્યશ્રી ડૉ. જયેશભાઈ સાનિયાના માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓની સર્જનાત્મકતા ઉજાગર થાય તે હેતુસર કાર્ડ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં વૃંદાબેન હર્ષદભાઈ રોહિતએ પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે જીલ દિનેશભાઈ પટેલ અને મનિષાબેન પરષોત્તમભાઈ ઠાકોરે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભાવિનકુમાર રાજેન્દ્રસિંહ ચાવડા, મિહિરકુમાર ગોપાલભાઈ પ્રજાપતિ અને સંદીપભાઈ દિલીપભાઈ હરીજન એમ ત્રણેય તાલીમાર્થીઓએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.આ સ્પર્ધામાં પ્રા. શંભુસિંહ પરમાર અને નિરાલીબેન મકવાણાએ નિર્ણાયક તરીકે સેવા બજાવી હતી. અંતે આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ દ્વારા તમામ ભાગ લેનાર તેમજ વિજેતા તાલીમાર્થીઓને અભિનંદન પાઠવાયા હતા.