આંગણવાડી કેન્દ્ર તલાવડી-3 માં દાતાશ્રીઓનો અનોખો સેવાયજ્ઞ..

શ્રી ડૉ. મિલિંદભાઈ પારેખ (JCI) તથા તેમની સમગ્ર દાતા ટીમના નિસ્વાર્થ સહયોગથી આંગણવાડી કેન્દ્ર તલાવડી-3, સેજો, બારડોલી-1 ખાતે બાળકોને સુવિધાસંપન્ન બનાવવા માટેનું પ્રશંસનીય યોગદાન…

આંગણવાડી કેન્દ્ર તલાવડી-3, ઘટક – સેજો, તાલુકો બારડોલી-1, જિલ્લો સુરત ખાતે શ્રી ડૉ. મિલિંદભાઈ પારેખ (JCI) તથા તેમની દાતા ટીમ દ્વારા આપવામાં આવેલ નિસ્વાર્થ સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે.સમાજના નાનકડા બાળકોથી માંડીને માતાઓના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવા કેન્દ્રોને વધુ સુવિધાસંપન્ન બનાવવા માટે દાતાશ્રીઓએ જે રીતે સહકાર આપ્યો છે તે સમાજ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.આ સેવાકીય યજ્ઞમાં દાતાઓનો અમૂલ્ય સહયોગ નાનકડા બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે – તેવી શુભકામનાઓ સાથે આભાર વ્યક્ત કરવામાં આવે છે…