આણંદ જિલ્લાના ઓડમાં વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે જાગૃતતા કાર્યક્રમ…

ઓડ શહેરની એસ.જી. પટેલ કન્યાશાળામાં આરોગ્ય વિભાગ અને આયુષ્માન આરોગ્ય (ઓડ 1,2,3) દ્વારા વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે જાગૃતતા કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો અંગે સમજ આપવામાં આવી.કાર્યક્રમમાં મચ્છરનાં ઉત્પત્તિ સ્થાનો શોધી તેનો નાશ કરવો, પાણીનો ભરાવો ન થવા દેવું, આખી બાંયનાં કપડાં પહેરવા અને રાત્રે મોસ્કિટો લિક્વિડનો ઉપયોગ કરવા જેવી તકેદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું…