સુરત સિવિલમાં અનોખી ઘટના: મહિલા 60 ફૂટ વૃક્ષ પર ચઢી, ફાયર બ્રિગેડ દોડ્યું રેસ્ક્યુ માટે

સુરત સિવિલ હોસ્પિટલના જૂના કોમ્પ્લેક્સ પાસે મંગળવારે બપોરે એક અજાણી ઘટના બની. એક મહિલા અચાનક હોસ્પિટલના પરિસરમાં આવેલા લગભગ 60 ફૂટ ઊંચા વૃક્ષ પર ચઢી ગઈ. આ અચાનક દૃશ્યે હોસ્પિટલમાં આવનજાવન કરનાર દર્દીઓ, સ્ટાફ અને લોકોએ ભારે ચકચાર મચાવી.પ્રત્યક્ષદર્શીઓ મુજબ, મહિલા ઝડપથી વૃક્ષ પર ચઢી ગઈ હતી અને નીચે ઉતરવા તૈયાર નહોતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. ટર્ન-ટેબલ લેડર અને સેફ્ટી નેટનો ઉપયોગ કરીને લગભગ એક કલાકની મહેનત બાદ મહિલાને સલામત રીતે નીચે ઉતારવામાં આવી.આ ઘટના દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા, અને વિડિઓઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા. હાલમાં મહિલાની ઓળખ અને વૃક્ષ પર ચઢવાનું કારણ પોલીસ દ્વારા તપાસ હેઠળ છે. પ્રાથમિક માહિતી અનુસાર, મહિલાની માનસિક સ્થિતિ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ફાયર બ્રિગેડ અધિકારીઓએ જણાવ્યું કે, “મહિલા ઊંચાઈ પર હોવા છતાં શાંત રહી, જેથી રેસ્ક્યુ સરળ બન્યું. અમે તેને સલામત રીતે ઉતારીને હોસ્પિટલ સ્ટાફને સોંપી દીધી છે.”