“માંડવી પોલીસે કરંજ ગામે એ.સી. ચોરીના 4 આરોપી મુદ્દામાલ સાથે ઝડપી”

સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કરંજ ગામની સીમમાં થયેલી એ.સી. ચોરીનો ગુનો માંડવી પોલીસ ટીમે ઝડપી ઉકેલી લીધો છે.મળતી માહિતી મુજબ, ગામમાં થયેલી ચોરીની ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસે ગુનાની તપાસમાં ઝડપી કાર્યવાહી હાથ ધરી. ચોકસાઈપૂર્વક મેળવેલી માહિતી અને સચોટ કામગીરીના આધારે પોલીસે કુલ 4 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા, જેના કારણે એ.સી. ચોરીનો ગુનો ઉકેલાયો.પોલીસની આ સફળ કામગીરીથી વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાનો વિશ્વાસ વધ્યો છે અને સ્થાનિકોમાં સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.દિવ્ય સંદેશ ન્યુઝ તરફથી માંડવી પોલીસ ટીમને અભિનંદન!