સુરતમાં મેડિકલો પર બેદરકારી : ડૉક્ટરની ચિઠ્ઠી વગર નશાકારક દવાઓનું વેચાણ

યુવાનોમાં વ્યસનનો ખતરો, તંત્રે કડક પગલાં લેવાની માંગ..ડૉક્ટરની ચિઠ્ઠી વગર નશાકારક દવાઓ સહેલાઈથી ઉપલબ્ધ, યુવાનોમાં વ્યસનનો ખતરો વધ્યો – તંત્રે કડક પગલાં લેવાની માંગ ઉઠી

સુરત શહેરની અનેક મેડિકલ દુકાનોમાં ડૉક્ટરની ચિઠ્ઠી વગર જ નશાકારક દવાઓ સહેલાઈથી મળતી હોવાના બનાવો સામે આવ્યા છે. આ પ્રકારનું બેદરકાર દવા વિતરણ યુવાનોને વ્યસન તરફ ધકેલી રહ્યું છે. નશાકારક દવાઓનો ખોટો ઉપયોગ આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે તેમજ અપરાધિક પ્રવૃત્તિઓને પણ વેગ આપી શકે છે.આરોગ્ય વિભાગના નિયમો અનુસાર આવી દવાઓ માત્ર ડૉક્ટરની ચિઠ્ઠી આધારે જ વેચવાની હોય છે. છતાં, અનેક મેડિકલ સ્ટોરો નિયમોની અવગણના કરીને ફક્ત નફો કમાવાની દોડમાં સમાજના આરોગ્ય સાથે ખેલ કરી રહ્યા છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર અને આરોગ્ય તંત્રે તરત જ કડક કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે. આવા મેડિકલ સ્ટોર માલિકો સામે દંડ સાથે લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય.સાથે જ લોકોમાં પણ જાગૃતિ લાવવી જરૂરી છે કે નશાકારક દવાઓનો ઉપયોગ માત્ર ડૉક્ટરની સલાહ મુજબ જ કરવો જોઈએ. મેડિકલ દુકાનોનો ધંધો માત્ર નફા માટે નહીં પરંતુ સમાજના આરોગ્ય માટેની જવાબદારી તરીકે પણ હોવો જોઈએ.👉 “લાભ કરતાં આરોગ્ય વધુ મહત્વનું છે” એ સિદ્ધાંત પર ચાલવું તમામ મેડિકલ સ્ટોરોની પ્રાથમિક ફરજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *