હુમલા કેસમાં જામીન પર છૂટ્યો રાજેશ પવાર..

વેસુ વિસ્તારમાં થયેલા ગંભીર હુમલા કેસમાં આરોપી રાજેશ પવારને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સચિન પ્રતાપરાઈ મેહતા સાહેબની કોર્ટ દ્વારા રૂપિયા 50,000 ની જામીન શરતો ઉપર મુક્તિ આપવામાં આવી છે.ફરિયાદ મુજબ, 11 ઓગસ્ટ 2025ના રોજ સાહિલ અલ્લારખા શેખે ફરિયાદી પર ગાળો આપી શરીરે ઠીક મૂકીનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ક્રિકેટના બેટ વડે માથા, પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે વેસુ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આરોપીને ઝડપી જેલહવાલે કર્યો હતો.પ્રારંભમાં નીચલી અદાલતે જામીન અરજી ફગાવી હતી, પરંતુ બાદમાં પંદરમા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. આરોપી પક્ષના વકીલ જાવેદ મુલતાની, જુનેદ મનસુરી અને રેખા માલીએ દલીલ કરી હતી કે આરોપી નિર્દોષ છે, સામાન્ય બોલાચાલી અને ધક્કામુક્કીના કારણે ઇજા પહોંચી છે, ફરિયાદી હાલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ થઈ ચૂક્યો છે. વધુમાં આરોપી સુરતનો રહેવાસી છે, નાસી જવાની શક્યતા નથી અને કોઇ ગુનાહિત ઇતિહાસ પણ નથી.કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે જામીન અરજી પર નિર્ણય કરતી વખતે ગુનાનો પ્રકાર, તેની ગંભીરતા, આરોપીનો પૂર્વ ઇતિહાસ, ટ્રાયલ દરમિયાન હાજરી તથા કાયદેસરની સિદ્ધાંતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પુરાવાનું મૂલ્યાંકન કે હકીકતોનું વિશ્લેષણ જામીન તબક્કે કરવાનું નથી. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ આરોપીને શરતો સાથે જામીન પર મુક્ત કરાયો છે.