સુરત રાંદેરમાં પાર્કિંગ મુદ્દે બબાલ – એક પરિવારના પાંચ સભ્યો પર ફટકાથી હુમલો!

સુરતના રાંદેર વિસ્તારમાં પાર્કિંગના સામાન્ય મુદ્દે શરુ થયેલો વિવાદ હવે “ગુંડાગીરી” સુધી પહોંચી ગયો છે. મોડી સાંજે પાર્કિંગ અંગેના તુચ્છ ઝઘડામાં એક જૂથે હદ પાર કરી નાખી — લાકડાના ફટકાથી એક જ પરિવારના પાંચ સભ્યો પર હુમલો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.
આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, અને હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પીડિત પરિવારના કહેવા મુજબ, ઝઘડો બોલાચાલીથી શરૂ થયો, પણ સામે પક્ષે અચાનક હુમલો કર્યો જેમાં મહિલા સહિત અનેક લોકોને ઈજા પહોંચી છે.
પ્રશ્ન ઉઠે છે કે — હવે સુરતમાં કાયદો હાથમાં લેતા ઈસમોને પોલીસનો દર રહ્યો જ નથી?
નિર્દોષ પરિવારો પર આવા હુમલાઓ થયા પછી પણ જો કાર્યવાહી ધીમી રહે, તો ગુનેગારોના હિંસક હાથે નાગરિકોની સુરક્ષા કોણ કરશે?
👉 આ ઘટનાએ શહેરમાં સુરક્ષાની વ્યવસ્થાઓ પર પ્રશ્નચિન્હ ઊભું કર્યું છે.
👉 પોલીસ તાત્કાલિક પગલા ભરે અને આરોપીઓને કડક સજા આપે તેવી જનમાગ છે.


Simply want to say your article is as amazing. The clearness on your post is just excellent and i could think you are a professional on this subject. Well along with your permission let me to grasp your feed to keep up to date with imminent post. Thanks a million and please keep up the rewarding work.