ફડવેલ ગામ ના ગોડાઉન ફળીયા માં વાજતે ગાજતે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી

ચીખલી તાલુકામાં ઠેર ઠેર શ્રી ગણેશ ચતુર્થી નો તહેવાર આજ રોજ ઉજવાયો ત્યારે આજ રોજ ચીખલી તાલુકા ના ફડવેલ ગામ માં ગોડાઉન ફળીયા માં આજ રોજ વાજતે ગાજતે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી. સવારથી ફળીયા ના ભાવિક ભક્તો ગણેશ સ્થાપના માં જોડાઈ ગયા હતા તથા વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. ડીજે અને ઢોલ નગારા ગણપતિ…

Read More

*રાજ્યમાં મેઘ મહેર: પાંચ જિલ્લાઓમાં વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ સવા ત્રણ ઇંચ વરસાદ*

ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર વરસાવવાનું ચાલુ રાખ્યું છે. રાજ્યના પાંચ જિલ્લાઓ – છોટા ઉદેપુર, અરવલ્લી, સુરત, પંચમહાલ અને તાપીમાં અનેક સ્થળોએ સારો વરસાદ નોંધાયો છે. આ વરસાદી માહોલમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના કવાંટમાં સવા ત્રણ ઇંચ નોંધાયો છે, જેના કારણે જળ સ્ત્રોતો ફરી જીવંત થયા છે.ગુજરાતમાં 85%થી વધુ સરેરાશ વરસાદચાલુ ચોમાસામાં ગુજરાત રાજ્યમાં…

Read More

*અચાનક હાર્ટઍટેક: યુવાનોમાં શા માટે વધી રહ્યા છે આવા બનાવો*?

છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે સ્વસ્થ અને ફિટ લાગતા યુવાનો પણ અચાનક હાર્ટઍટેકનો શિકાર બની રહ્યા છે. જીમમાં કસરત કરતાં, લગ્નમાં ડાન્સ કરતાં, કે પછી ગરબા રમતાં યુવાનોના અચાનક મૃત્યુના સમાચારો ચિંતાજનક છે. આ પાછળના મુખ્ય કારણો અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ, તે અહીં સમજાવવામાં આવ્યું છે.અચાનક હાર્ટઍટેક પાછળના મુખ્ય…

Read More

*અમેરિકાના ટેરિફની અસર: સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, 100 કર્મચારીઓને છૂટા કરાયા*

સુરત, (તા. 27 ઓગસ્ટ 2025): અમેરિકા દ્વારા તાજેતરમાં લાગુ કરાયેલા 50% ટેરિફની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર દેખાવાની શરૂ થઈ ગઈ છે. આ ટેરિફના અમલ બાદ, હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે અને કામકાજમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઘટાડાને કારણે, કતારગામ વિસ્તારમાં આવેલી ક્રિશ ડીયામ ડાયમંડ નામની કંપનીએ તેના 100 જેટલા કર્મચારીઓને છૂટા…

Read More

રાપર ના કાંઠાપતિ વિસ્તારમાં રસ્તાની હાલત બદતર..

મેવાસા પાટિયા થી લઈ માણાબા સુધીનો ડામર રોડ છેલ્લા બે વર્ષથી મંજૂર થયેલ છે પરંતુ માત્ર કાગળ ઉપર આજ રોજ આમ આદમી પાર્ટી ના રાપર તાલુકા પ્રમુખ અને યુવા એડવોકેટ ના આક્ષેપો મુજબ તેમણે જણાવ્યું હતું કે, મેવાસા પાટિયા થી લઈ માણાબા , ફુલપરા, ભીમદેવકા, પગીવાંઢ, પેથાપર, કુંભારીયા જેવા કાંઠા ને જોડતો અતિ મહત્વ નો…

Read More

ગૌરવપથ પર ડમ્પરોનો આતંક: હેવી વાહનો પર છૂટછાટ, સામાન્ય વાહન ચાલકો પર જ આકરા નિયમો?

સુરત શહેરના ગૌરવપથ વિસ્તારમાં ફરી એકવાર ડમ્પરોના બેફામ દોડનો ભોગ માનવજીવન બન્યું છે. પુરઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા, ડમ્પરનો ક્લીનર જ તેનું શિકાર બન્યો. ડમ્પર નીચે પટકાયેલા ક્લીનર પર ફરીથી જ તે જ ડમ્પર વળી જતાં સ્થળ પર જ મોત નિપજ્યું. ઘટનાએ વિસ્તારમાં હાહાકાર મચાવ્યો. પાલ પોલીસ દ્વારા ડમ્પર ચાલકને કાબૂમાં લઈ…

Read More

કચ્છ જિલ્લામાં નાની સિંચાઈ યોજનાઓની25મી ઑગસ્ટની સ્થિતિ મુજબ કુલ 170માંથી 39 ડેમમાં તળિયે પાણી જ છે, જ્યારે સી લેવલ કરતા ઉપર 70 ડેમ ભરાયેલા છે. તેમાં 61 પૂર્ણ ભરાયેલા અને 48 ઓવરફ્લો થયેલા છે. તાલુકાવાર વિગતો મુજબ ભુજના 35માંથી 13 પૂર્ણ અને 1 ઓવરફ્લો, માંડવીના 21માંથી 14 પૂર્ણ અને ઓવરફ્લો, નખત્રાણાના 16માંથી 13 પૂર્ણ તથા ઓવરફ્લો, અબડાસાના 24માંથી 13 પૂર્ણ તથા ઓવરફ્લો નોંધાયા છે. મુન્દ્રાના 11માંથી ૩ પૂર્ણ તથા 2 ઓવરફ્લો, લખપતના 17માંથી 5 પૂર્ણ તથા 5 ઓવરફ્લો થયા છે. અંજાર, રાપર અને ભચાઉ તાલુકામાંથી એકેય ડેમ પૂર્ણ ભરાયો નથી કે ઓવરફ્લો થયો નથી.

શેખ ગુલામહુસેન કચ્છ બ્યુરોચીફ 7874474632આપની આસપાસ બનતી ઘટનાઓ પ્રેસનોટ જાહેરાત આપવા માટેઉપર આપેલા નંબર પર મેસેજ અથવા કોલ કરો.

Read More

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કાંઠાપતિ વિસ્તારમાં રસ્તાની હાલત બદતર..મેવાસા પાટિયા થી લઈ માણાબા સુધીનો ડામર રોડ છેલ્લા બે વર્ષથી મંજૂર થયેલ છે પરંતુ માત્ર કાગળ ઉપર આજ રોજ આમ આદમી પાર્ટી ના રાપર તાલુકા પ્રમુખ અને યુવા એડવોકેટ ના આક્ષેપો મુજબ તેમણે જણાવ્યું હતું કે, મેવાસા પાટિયા થી લઈ માણાબા , ફુલપરા, ભીમદેવકા, પગીવાંઢ, પેથાપર, કુંભારીયા જેવા કાંઠા ને જોડતો અતિ મહત્વ નો રસ્તો ડામર રોડ છેલ્લા બે વર્ષથી મંજૂર થયેલ છે પરંતુ માત્ર કાગળ અને ભારતીય જનતા પાર્ટીના લેટરપેડ ઉપર અનેક સમાચાર પત્રો અને ધારાસભ્ય ના લેટર પેડ ઉપર મંજૂર થયેલ રસ્તા ના સમાચારો પ્રસિદ્ધ થવા છતાં. આજ દિન સુધી રસ્તો બન્યો નથી. રાપર ભાજપ ના નેતાઓ પ્રજા ને માત્ર લોલીપોપ આપી ખુશ કરી દે છે. ખરેખર આ કાંઠાળ વિસ્તાર ના લોકો આ તૂટેલા રસ્તા થી ત્રસ્ત થઈ ગયાં છે. આ તૂટેલા રસ્તા ના કારણે હોસ્પિટલ જેવી ઈમરજન્સી સેવાઓ માટે ઇમરજન્સીમાં 108 પણ મોડી પહોંચે છે. પ્રસુતિ માતાઓ પણ આ બાબતે પુષ્કળ પ્રમાણમાં માં ભોગ બની છે. સુરેશભાઈ મકવાણા જયારે આ ગામડાના પ્રવાસે નીકળ્યા હતા ત્યારે કાંઠાળ ગામડા ના લોકો એ રસ્તા સમસ્યા ની વેદના ઠાલવી હતી. તેઓ જણાવ્યું હતું કે, તમારો રસ્તો તો છેલ્લા બે વર્ષથી મંજૂર થઈ ગયેલ છે. મને એવું લાગ્યું હતું કે તમારો રસ્તો વ્યવસ્થિત બનેલો હશે પરંતુ મુલાકાત લેતી વખતે જાણવા મળ્યું કે, માત્ર કાગળ પર વાહીયાત વાતું જ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ થી આ રસ્તો બનતો ન હોય તો ખરેખર રાજીનામાં આપી દેવા જોઈએ ખરેખર આ રસ્તા નું કામ ક્યાં પહોંચ્યુ છે…?? કે, કોઈ ટેન્ડર પૂર્ણ થયેલ છે કે નહીં..?? તેના વિશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્પષ્ટતા કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી..મનસુખભાઈ સોલંકી રાપર રિપોર્ટર

Read More