સંતરામપુર”સરકારી ભરતીમાં અન્યાય સામે અદિવાસી યુવાનોનો ઉગ્ર આવાજ”..

સરકારી ભરતીમાં 40%/60% Criteria હેઠળ આદિવાસી યુવાનો સાથે થયા અન્યાય સામે ઉગ્ર આવાજ, ખાનગી ખાલી જગ્યાઓ પર વિશેષ ભરતીની માંગ..

સંતરામપુરમાં સરકારી ભરતીમાં અન્યાય સામે આદિવાસી યુવાનોનો ઉગ્ર અવાજ ઉઠ્યો. ભારત આદિવાસી પાર્ટી દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી, ખાલી જગ્યાઓ પર વિશેષ ભરતી યોજી આદિવાસી યુવાનોને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી.આવેદનમાં જણાવાયું કે 40%/60% Criteriaને કારણે CCE, TET, TAT, PSI, કોન્સ્ટેબલ, તલાટી, GSSSB, ક્લાર્ક વગેરેમાં આદિવાસી ઉમેદવારોની ભરતી રોકાઈ રહી છે. બંધારણના અનુચ્છેદ 16(4) અને આર્ટિકલ 335 હેઠળ આ તક આદિવાસી ઉમેદવારોને મળે તે માટે તાત્કાલિક પગલાં લેવા આવેદન કરવામાં આવ્યું છે.મૂખ્ય માંગણીઓમાં 40%/60% Criteria રદ કરવું અને ખાલી રહેલી જગ્યાઓ માટે ખાસ ભરતી ડ્રાઈવ યોજી આદિવાસી યુવાનોને નોકરીમાં તક આપવી સમાવેશ થાય છે.✍️ રિપોર્ટર: સલમાન મોરાવાલા, સંતરામપુર..