Daud NODE

*આમ આદમી પાર્ટી ના કાર્યકતાઓ દ્વારા રાપર તાલુકા ના ડાવરી મુકામે રવ તાલુકા પંચાયત બેઠક ની જન સભા નું આયોજન કરાયુ.**આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે કચ્છ જિલ્લા પંચાયત ની રવ સીટ ઉપર ટૂંક સમય પહેલા જિલ્લા પંચાયત બેઠકની જનસભા સુવઈ મુકામે આપ ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી. ત્યારબાદ રવ તાલુકા પંચાયત બેઠકની જનસભા ડાવરી મુકામે યોજાઈ જિલ્લા પ્રમુખ ડો. કાયનાત અંસારી આથા એ ભ્રષ્ટ ભાજપ અને તાનાશાહી છોડી અને ઈમાનદાર આમ આદમી પાર્ટી માં જોડાવા સૌને અપીલ કરી હતી. જિલ્લા મહામંત્રી નિલેશભાઈ મહેતા એ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ 30 વર્ષ થી ગુજરાત ના શાસન માં છે. પણ અત્યાર સુધી પ્રાથમિક સુવિધા, જેવી કે, શિક્ષણ, આરોગ્ય, રોડ – રસ્તા, લાઇટ, પાણી જેવી સમસ્યાઓ નિવારી શક્યા નથી. આમ આદમી પાર્ટી ના તાલુકા પ્રમુખ અને રવ જીલ્લા પંચાયત સીટ ના સંભવિત ઉમેદવાર સુરેશભાઈ મકવાણા (એડવોકેટ) એ કહ્યું હતું. કે, ઈમાનદાર લોકો હોય એજ આમ આદમી પાર્ટી માં ટકી શકે અને વધુ માં ઉમેર્યું હતું કે, પ્રાથમિક સમસ્યા ઓ ના સ્થાનિક મુદાઓ હાર – જીત ને સાઇડ માં રાખી ને પણ કાયમી સરકાર સામે હક્ક અને ન્યાય ની લડત આપતો રહીશ.**આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન દિવાનસિંહ સોઢા તથા રાજુભાઈ મકવાણા , કૈલાસ રાવતાણી, વિરામ રાવતાણી તથા સમસ્ત ડાવરી ગામના ગ્રામજનો એ કર્યું હતું. ૧૫૦ વધુ કાર્યકર્તા ભાજપ- કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી નો પીળો ખેસ ધારણ કર્યો હતો.**આ વેળા એ આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ – ડો. કાયનાત અંસારી આથા , જિલ્લા મહા મંત્રી – નિલેશ મહેતા , રાપર તાલુકા પ્રમુખ – સુરેશ મકવાણા (એડવોકેટ) , શહેર પ્રમુખ – ભરતભાઈ ગોહિલ, મહામંત્રી રાપર તાલુકા – ધીરજભાઈ આહીર, મહામંત્રી – મહેશબાવાજી, રવ જિલ્લા પંચાયત પ્રભારી – રાણાભાઈ ડુંગરાણી , બાલાભાઈ મેરિયા , ગણેશ આહિર, પાંચુભા જાડેજા, રમેશ મકવાણા, ભીમાભાઈ મકવાણા, નવીન મકવાણા , પ્રદીપ મારાજ, પ્રવીણ મુછડિયા, સિદ્ધરાજસિંહ સોઢા, મહેન્દ્ર મકવાણા, મોમાયાભાઇ કોળી, અરજણભાઈ આહીર, રત્નાભાઈ રબારી, માલાભાઈ રબારી, દીપકભાઈ સુથાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.*

Read More

કંડલા પોર્ટને જોડતા મીઠીરોહર-કંડલા માર્ગ પર ટ્રાફિકનું ભારે ભારણ વધતા તેના મજબૂતીકરણની માંગ ઉઠી છે.

હાલમાં પોર્ટના ટ્રાફિકને કારણે અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને વાહનવ્યવહાર મુશ્કેલ બન્યો છે. મીઠીરોહર જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તેજાભાઈ કાનગડે ડીપીએના ચેરમેનને લેખિત રજૂઆત કરી છે કે આ માર્ગનું તાત્કાલિક મજબૂતીકરણ કરવામાં આવે અથવા તેને નવો બનાવવામાં આવે. માર્ગના અવરોધ અને ટ્રાફિક જામને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ…

Read More

કચ્છમાં માર્ગસલામતી જાળવવા માટેRT0 દ્વારાનિયમ ભંગ કરનારા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા છ મહિનામાં, નિયમો વિરુદ્ધ LEDલાઇટ લગાવનાર અને રેડિયમ વિનાના કુલ 2,802 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, ક્ષમતા કરતાં વધુ વજન એટલે કે ઓવરલોડ માલનું પરિવહન કરતા 2,126 વાહનો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી ચેકપોસ્ટ અને વિશેષ ચેકિંગ ડ્રાઇવ દ્વારા હાથ ધરવામાં આવી છે. RTO કચેરી દ્વારા જાહેર સ્થળો, શાળાઓ અને કોલેજોમાં રોડ સેફટી વિશે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે, જેથી માર્ગ અકસ્માતો ઘટાડી શકાય. આ પગલાંનો મુખ્ય હેતુ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો છે.શેખ ગુલામહુસેન કચ્છ બ્યુરોચીફ 7874474632આપની આસપાસ બનતી ઘટનાઓ પ્રેસનોટ જાહેરાત આપવા માટે

Read More

`પ્રેસ નોટ`પૂર્વ કચ્છમા ઘરફોડ ચોરીને અંજામ આપતી ટોળકીઓ તેમજ તસ્કરોનો ત્રાસ ડામવા કોંગ્રેસની ગૃહમંત્રી સમક્ષ રજૂઆત તસ્કરી કરતી ટોળકીઓ જાણે પોલીસને પડકાર ફેંકતી હોય એમ તસ્કરો આખાય જીલ્લાને બાનમાં લ‌ઈને બેઠા છે – અશોક રાઠોડ રાપરમાં બિલ્ડરો દ્રારા પોલીસ વેરિફિકેશન વગર હજારો પરપ્રાંતીય લોકોને રખાઈ રહ્યા છે ભુતકાળમાં પરપ્રાંતીય લોકો હત્યા જેવી ઘટનાઓ ને અંજામ આપી ચુક્યા છે જેથી પોલીસ વેરિફિકેશન બાબતે સખ્તાઈ દર્શાવી જરૂરી બને છે – અશોક રાઠોડ પ્રમુખ રાપર શહેર કોંગ્રેસ સમિતિ રાપર કોંગ્રેસ દ્રારા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજુઆત ખરાઈ હતી કે સમગ્ર પૂર્વ કચ્છમા અવાર નવાર નાની મોટી ચોરીઓ તેમજ તસ્કરી કરતી ટોળકીઓ જાણે પોલીસને પડકાર ફેંકતી હોય એમ તસ્કરો આખાય જીલ્લાને બાનમાં લ‌ઈને બેઠા છે અવાર નવાર સીસીટીવી કેમેરા, પોલીસ પેટ્રોલિંગ વધારવામાં તેમજ પરપ્રાંતીય લોકોના પોલિસ વેરિફિકેશન કરવા સહિતની માગણીઓ જાગૃતિ નાગરિકો તેમજ વિવિધ સામાજિક તેમજ રાજ્યકિય સંસ્થાઓ દ્રારા થતી હોય છે જેમા ગંભીરતા ના દાખવાતી હોવાના કારણે તેમજ ક્યાક ને ક્યાંક લોક જાગૃતિ ના અભાવે પણ ચોરી તેમજ તસ્કરી કરનાર ના મનોબળ મજબૂત થયાં છે તાજેતરમાં જ રાપર શહેરમા ચડ્ડીધારી ગેંગ દ્વારા ઘરફોડ ચોરીને અંજામ અપી આખાય વાગડ વિસ્તારમા ભયનો માહોલ સર્જ્યો છે ત્યારબાદ વાગડના અન્ય વિસ્તારોમાં પણ આ ટોળકી બેરોકટોક ફરતી હોવાથી લોકોની ચિંતા વધી છે‌. અયોધ્યાપુરીમા ઘરફોડ ચોરી બાદ ચડ્ડી ગેંગ રાપરના પ્રાગપર રોડ ઉપર પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં પણ વહેલી સવારે આ ટોળકીની હરકત કેદ થઈ હતી. સવાર સુધી સક્રિય રહી આ ટોળકી જાણે પોલીસને પડકાર ફેંકતી હોય એવું વર્તાઈ રહ્યુ હતુ જેથી પોલીસ સતર્ક બને અને લોકોને ભયમુક્ત કરે તે સમયની માંગ છે.શહેરના અયોધ્યાપુરી વિસ્તારમાં ચડ્ડી ગેંગ દ્વારા એકસાથે પાંચ ઘરનાં તાળાં તોડી ઘરેણા સહિત લાખો રૂપિયાની રોકડ રકમની ચોરી કરવાનાં બનાવે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે, જેથી રાપર શહેર કોંગ્રેસ દવારા માંગ કરાઈ છે કે રાત્રિના પોલીસ પેટ્રાલિંગ સઘન બનાવવામા આવે, નગરમાં લગાવેલાં મોટાભાગનાં બંધ પડેલા સીસીટીવી કેમેરા યુધ્ધ ના ધોરણે ચાલુ કરી હજી વધુ કેમેરા લગાવવામાં આવે અને તેનું મોનિટરિંગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે તેમજ રાપરમા વિવિધ જગ્યાએ ચાલતા કંટ્રકશનના પ્રોજેક્ટોમાં જેતે બિલ્ડરો દ્રારા સંખ્યાબંધ પરપ્રાંતીય મજુરો લાવવામા આવે છે તેમજ રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતીય લોકો વસવાટ કરી રહ્યાં છે જેમા મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બીહાર અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોના લોકો અહીં રોજગાર અર્થ મોટા પ્રમાણમાં વસે છે અને આવજાવ કરે છે અને આની આડમા ક્યાક ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકો પણ અહીં અપડાઉન કરતા હોય એવી પુરી પુરી આશંકા છે કેમ કે અહીં વસતા પરપ્રાંતીય લોકોમાના આમાં મોટાભાગના લોકોનુ પોલીસ વેરિફિકેશન થયેલ નથી અને આ તમામ લોકો અહીં ગેરકાનૂની રીતે વસવાટ કરી રહ્યાં છે એવું માની શકાય જેથી તમામ પરપ્રાંતીય લોકોનુ પોલીસ વેરિફિકેશન કરવામા આવે કેમ કે રાપરમા ભુતકાળમાં પણ પરપ્રાંતીય લોકો દ્રારા હત્યા જેવી ઘટનાઓને અંજામ આપી ચુક્યા છે જેથી પોલીસ વેરિફિકેશન બાબતે સખ્તાઈ દર્શાવી જરૂરી બને છે. પોલીસ વેરિફિકેશન વગર પરપ્રાંતીય લોકોને મકાનો ભાડે આપતા મકાન માલીકો વિરૂદ્ધ પણ સખ્તાઈ દર્શાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવે એવી માંગણી છે રાપર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અશોકભાઇ રાઠોડે કરી હતી

Read More

અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ સમગ્ર મુસ્લિમ સમાજનો અવાજ : પ્રમુખ હાજી સલીમભાઈ જત *હારૂન નોડે દ્વારા* ભુજ: લાંબા સમયની પ્રક્રિયા હાથ ધર્યા બાદ અંતે કચ્છના મુસ્લિમ સમાજને ઈંતેજાર હતો એ મુજબ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિએ પોતાના હોદેદારો તબક્કાવાર જાહેર કરવાનું શરૂ કર્યું છે, જેને સમગ્ર કચ્છમાંથી સારો એવો આવકાર મળી રહ્યો છે. ફરઝંદે મુફતી એ કચ્છ સૈયદ અમીનશા બાવાની નિગરાનીમાં હોદેદારોની જાહેરાત થઈ રહી છે. સૌ પ્રથમ પ્રમુખ તરીકે હાજી સલીમભાઈ જત દોઢ વર્ષ માટે અને પછીના દોઢ વર્ષ માટે હાજી ઈબ્રાહીમભાઈ હાલેપોત્રા પ્રમુખ તરીકે કાર્યરત રહેશે એ ફોર્મ્યુલા પર સર્વ સંમતિની મહોર લાગ્યા બાદ ઉપ પ્રમુખો અને સલાહકાર સમિતિના નામો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન અમૂક જાહેરાતો ઔપચારિકતા વિના થવા લાગતાં આ અંગે પત્રકાર હારૂન નોડે સાથે વાત કરતા હાજી સલીમભાઈ જતે જણાવ્યું કે સમિતિ પોતાની પદ્ધતિ મુજબ કામ કરી રહી છે અને મુફતી એ કચ્છ (ર.અ.) એ ચીંધેલા માર્ગ પર ચાલવા કટિબદ્ધ છે. સમિતિ કચ્છના તમામ મુસ્લિમ સમાજના લોકો માટે કામ કરતી રહી અને આગળ પણ કરતી રહેશે. મુસ્લિમ સમાજની એકતા અને કોઈપણ નાત જાત જોયા વગર સમિતિ કાર્ય કરવા માટે વચન બદ્ધ છે. કચ્છમાં મુસ્લિમ સમાજના તમામ મસ્લકના લોકોને સાથે રાખીને ચાલવાની નેમ પણ તેમણે વ્યકત કરી હતી. અને સાથે સાથે મુસ્લિમ સમાજની એકતા પર આંચ આવે તેવા કોઈ પણ કૃત્યને ચલાવી લેવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું.

Read More

રાપર તાલુકાના પાલનપર ગામે આજના ડીજીટલના યુગના સમયમાં મોબાઇલ નેટવર્ક ન હોવાને કારણે લોકોને થતી મુશ્કેલીનું નિરાકરણ કરવા રાપર પૂર્વ ધારાસભ્યશ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા મુખ્યમંત્રીશ્રી સહિત કૃષિમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરી.

લોકોને શુદ્રઢ નેટવર્ક મળી રહે તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે – સંતોકબેન ભચુભાઈ આરેઠીયા (પૂર્વ ધારાસભ્યશ્રી રાપર) રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર ખેડૂતોના હમદર્દી એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ કરછ કલેકટરશ્રી , નાયબ કલેકટરશ્રી ભચાઉ , જીલ્લા વિકાસ અધિકારીશ્રી…

Read More