ઘરUncategorizedGold Price Today : ફરી વધી ગયો સોનાનો ભાવ ! જાણો આજે...

Gold Price Today : ફરી વધી ગયો સોનાનો ભાવ ! જાણો આજે 22 અને 24 કેરેટ સોનું કેટલું મોંઘુ થયું

19 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં થોડો વધારો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી.

ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 19 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં થોડો વધારો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમં સોનાનો તાજેતરનો ભાવ શું છે?

19 જુલાઈ શનિવારના રોજ સોનાના ભાવમાં થોડો વધારો થયો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 99,530 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 91,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 91,110 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,390 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 91,160 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,430 રૂપિયા છે.

આજે 19 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવમાં 100 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે ચાંદી 1,13,800 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે પણ ચાંદીનો ભાવ 1,13,900 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ, આયાત જકાત અને કર, રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર, માંગ અને પુરવઠાના સંતુલનના આધારે નક્કી થાય છે. ભારતમાં, સોનાનો ઉપયોગ ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ પરંપરાગત રીતે લગ્ન અને તહેવારોમાં પણ થાય છે, તેથી ભાવમાં ફેરફારની સીધી અસર લોકો પર પડે છે.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments